Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો:76,900 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 200 પોઈન્ટ તૂટ્યો; ઓટો અને બેન્કિંગ શેર્સમાં વધુ વેચવાલી

    14 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 30 એપ્રિલે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે 76,900ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, તે 24,000ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો, મેટલ, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિમાં મોંઘવારી વધવાનું જોખમ રહે છે. આનાથી કંપનીઓનો નફો ઘટી શકે છે. આવી સ્થિતિમાં, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરે છે. આનાથી બજારમાં ઘટાડો થાય છે. બજારમાં ઘટાડા માટે ત્રણ મુખ્ય કારણો: 1. ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય. 2. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ભારતના આયાત બિલ અને મોંઘવારી વધશે. 3. યુએસ અને એશિયન બજારોમાં ઘટાડાની ભારત પર અસર. એશિયન બજારમાં આજે ઘટાડો 29 એપ્રિલે અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો 120 ડોલર પ્રતિ બેરલને પાર બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. બજારમાં તેલની મજબૂત માંગ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને લઈને ચિંતા વધી છે જેના કારણે આ તેજી આવી છે. હોર્મુઝને તેલના પુરવઠા માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 29 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 609 પોઈન્ટ (0.79%)ના ઉછાળા સાથે 77,496 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 182 પોઈન્ટ (0.76%)નો ઉછાળો રહ્યો, તે 24,178 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Chinki Sinha quits as Outlook chief editor
    Next Article
    જલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સે ISI નેટવર્કનો પર્દાફાશ કર્યો:લાઇવ ફૂટેજ પાકિસ્તાન જઈ રહ્યા હતા, એક આરોપીની ધરપકડ; સિમ-ચીનમાં બનેલો સોલર CCTV મળ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment