Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષ પછી FIFA વર્લ્ડ કપમાં સ્પેન vs આર્જેન્ટિની મેચ:પહેલીવાર ફાઈનલમાં ટકરાશે; મેસ્સી-યમાલ સામસામે, બીજા અને ચોથા ટાઇટલ પર નજર

    3 days ago

    60 વર્ષ પછી સ્પેન અને આર્જેન્ટિના ફુટબોલ વર્લ્ડ કપમાં ફરી સામસામે હશે. બંને ટીમ વચ્ચે આ પહેલી વર્લ્ડ કપ ફાઈનલ ટક્કર થશે. ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રાત્રે 12:30 વાગ્યાથી આ મુકાબલો રમાશે. સ્પેન 2010 પછી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પાસે ચોથી વખત ટ્રોફી જીતવાની અને સતત બીજો વર્લ્ડ કપ પોતાના નામે કરવાની તક હશે. જીત મેળવવાની સ્થિતિમાં આર્જેન્ટિના ઈટાલી (1938) અને બ્રાઝિલ (1962) પછી સતત બે વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બની જશે. આશરે 19 વર્ષ પહેલા મેસ્સીએ યમાલને ખોળામાં રમાડ્યો હતો આ ફાઈનલની સૌથી મોટી કહાની લિઓનેલ મેસ્સી અને લેમિન યમાલની છે. આશરે 19 વર્ષ પહેલા બાર્સિલોનાના એક ચેરિટી ફોટોશૂટમાં તે સમયે 20 વર્ષના મેસ્સીએ ત્રણ મહિનાના યમાલને ખોળામાં ઉઠાવીને નવડાવ્યો હતો. આજે એ જ યમાલ પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મેસ્સીની સામે ઉતરશે. આ તસવીર 2024માં વાઇરલ થઈ હતી અને હવે ફુટબોલ ઈતિહાસની સૌથી ચર્ચિત કહાનીઓમાં સામેલ છે. ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી સૌથી આગળ મેસ્સી ગોલ્ડન બૂટની દોડમાં સૌથી આગળ છે. તેણે આ વર્લ્ડ કપમાં 8 ગોલ કર્યા છે અને 4 આસિસ્ટ કર્યા છે. બીજી તરફ સ્પેનનો મિકેલ ઓયારઝાબાલ 5 ગોલ સાથે ટીમનો ટૉપ સ્કોરર છે, જ્યારે 19 વર્ષનો યમાલ 30 સફળ ડ્રિબલ સાથે ટુર્નામેન્ટનો સૌથી ઇમ્પેક્ટફુલ વિંગર રહ્યો છે. બંને ટીમ બરાબરી પર બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 14 મુકાબલા રમાયા છે. બંનેએ 6-6 મેચ જીતી છે અને 2 મુકાબલા ડ્રો રહ્યા છે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ ટક્કર થઈ છે. 1966માં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. જ્યારે છેલ્લી ટક્કર 2018ની ફ્રેન્ડલી મેચમાં થઈ હતી, જેમાં સ્પેને આર્જેન્ટિનાને 6-1થી મ્હાત આપી હતી. સ્પેને આખી ટુર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ ખાધો લુઈસ ડે લા ફુએન્ટેની ટીમની શરૂઆત કેપ વર્ડે સામે 0-0ના ડ્રો સાથે થઈ હતી. ત્યારબાદ સ્પેને સતત 6 મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ટીમે ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, બેલ્જિયમ અને સેમિફાઈનલમાં ફ્રાન્સને 2-0થી હરાવ્યું. આખી ટુર્નામેન્ટમાં સ્પેને માત્ર એક જ ગોલ ખાધો છે. ગોલકીપર ઉનાઈ સિમોને વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ 6 ક્લીન શીટ રાખવાનો રેકોર્ડ બનાવ્યો. જ્યારે કેપ્ટન રોડ્રીએ રેકોર્ડ 648 સફળ પાસ પૂરા કર્યા. આર્જેન્ટિના સતત સાત જીત સાથે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજમાં અલ્જીરિયા, ઓસ્ટ્રિયા અને જોર્ડનને હરાવ્યા. ત્યારબાદ કેપ વર્ડે, ઈજિપ્ત, સ્વિટ્ઝરલેન્ડ અને ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી. ઈજિપ્ત સામે 0-2થી પાછળ રહ્યા પછી 3-2થી જીત મેળવવી અને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે પાછળ રહ્યા પછી 2-1થી મળેલી જીતે ટીમની ચેમ્પિયન માનસિકતા દર્શાવી છે. આર્જેન્ટિનાએ સતત 7 મેચ જીતી છે અને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 19 ગોલ કર્યા છે. સ્પેનનો ડિફેન્સ vs આર્જેન્ટિનાનો એટેક ફાઈનલમાં સૌથી મોટી ટક્કર સ્પેનના ડિફેન્સ અને આર્જેન્ટિનાના એટેક વચ્ચે થશે. સ્પેને માત્ર એક ગોલ ખાધો છે, જ્યારે આર્જેન્ટિનાએ 19 ગોલ ફટકાર્યા છે. રોડ્રી, કુબાર્સી અને કુકુરેલા પર મેસ્સીને રોકવાની જવાબદારી રહેશે, જ્યારે આર્જેન્ટિનાની આશાઓ મેસ્સી, જૂલિયન અલ્વારેઝ અને એન્ઝો ફર્નાન્ડીઝ પર ટકેલી રહેશે. બન્ને ટીમની પોસિબલ સ્ટાર્ટિંગ-11 સ્પેન: ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, પાઉ કુબાર્સી, આયમેરિક લાપોર્ટ, માર્ક કુકુરેલા, રોડ્રી (કેપ્ટન), ફેબિયન રુઈઝ, લેમિન યમાલ, દાની ઓલ્મો, એલેક્સ બેએના, મિકેલ ઓયારઝાબાલ. આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, લિસાન્દ્રો માર્ટિનેઝ, નિકોલસ ટેગ્લિયાફિકો, લિએન્દ્રો પરેડેસ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડીઝ, ગિયુલિયાનો સિમિઓની, લિઓનેલ મેસ્સી (કેપ્ટન), જૂલિયન અલ્વારેઝ.
    Click here to Read More
    Previous Article
    Delhi eases private school rules, replaces mandatory locality-need assessment with self-certification
    Next Article
    "Illegal Detention": Sonam Wangchuk's Wife Seeks Urgent High Court Hearing

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment