Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રાજકોટથી 60 હજાર સહીઓ થઈ:CM,PM, રાષ્ટ્રપતિને આવેદન - ગૌ હત્યા સમાપ્ત કરવા, કેન્દ્રમાં ગૌ સેવા કાનૂન બનાવવા ઉગ્ર માંગ

    8 hours ago

    વૃંદાવનથી શરૂ થયેલા દેશવ્યાપી ગૌ સમ્માન આહવાન અભિયાન હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાગે, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ગૌ સેવા માટે કેન્દ્રીય કાનુન લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને તેવી માંગ સાથે રાજકોટથી 60000 લોકોની સહી કરવામાં આવી અને તે સહી સાથેનું આવેદન પૂર્વ મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવ્યુ છે. જે માટે આજે શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી જૂની કલેકટર કચેરી ખાતે પૂર્વ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું હતું. આ સમયે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે એક બાળ ગૌ સેવકે આકર્ષણ જગાવ્યુ હતુ. તેને કહ્યું કે, ગૌ માતા ભૂખી હોય અને આપણે મોં ફેરવી લઈએ તો કોઈ કાયદો નહીં બચાવી શકે. ગૌશાળાઓ સંઘર્ષ કરતી હોય અને આપણે ચુપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગૌ સમ્માન આહવાન અભિયાનના નેજા હેઠળ રાષ્ટ્રીય વ્યાપી જનચેતનના જગાવવાનું આ અભિયાન છે. વૃંદાવનની પાવન ભૂમિ પર શરૂ થયેલું આ આંદોલન સંતો મહંતો, ગૌ પ્રેમીઓ અને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે. ગૌહત્યા બંધ થવી જોઈએ. આ દેશ ગૌ સંસ્કૃતિનો દેશ છે. ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનો દેશ છે. હાલ સમગ્ર ભૂમિ પ્રદૂષિત થઈ છે અને લોકોના આરોગ્ય બગડ્યા છે તેવા સમયે ગૌ માતાની ઉપયોગીતા સમગ્ર સમાજ સુધી પહોંચે તે માટેનું આહવાન કરવામા આવ્યુ છે. એક પણ ગાયની હત્યા ન થાય. રાષ્ટ્રીય કક્ષાએ ગૌહત્યા કાનૂન બનાવવામાં આવે. લોકોને ઘર ઘર સુધી ગૌ માતાનો વસવાટ થાય તેવો પ્રયાસ છે. સરકાર પણ તેની વિવિધ યોજનાઓ મારફત ગૌ સંવર્ધનને પ્રોત્સાહન આપવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો પ્રાપ્ત થાય તે માટેનું આ અભિયાન છે. કથિરીયા પોતે ભાજપના પૂર્વ સાંસદ છે ત્યારે શાસક પક્ષમાં ભાજપ હોવા છતાં ગૌ માતાને રાષ્ટ્રમાતા શા માટે જાહેર કરવામાં આવી રહી નથી ? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, લોકશાહી દેશમાં જન આંદોલન અને જનચેતના જગાવવી ખૂબ જ જરૂરી હોય છે. લોકોમાંથી ડિમાન્ડ આવે, લોકો જાગૃત થાય અને પછી કાનૂન બને તો તેનું સાચા અર્થમાં અર્થઘટન કરીને તેનો ઉપયોગ થાય. એ દ્રષ્ટિએ જેમ રામમંદિર બન્યુ. દેશમાં અનેક રાજ્યોએ ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગાય રાખે છે. તેમણે લોકોને મેસેજ આપ્યો છે કે મારી જેમ બધા ગૌ સેવા કરે અને પંચગવ્યનો ઉપયોગ કરતા થાય. જેથી હવે એક વાતાવરણ બને અને સાચા અર્થમાં રાષ્ટ્રનું નિર્માણ થાય અને તેમાં ગૌ માતા નિમિત્ત બને તે માટેનું આ એક જન અભિયાન છે. જ્યારે બાળક શૌર્ય કાક્રેચાએ જણાવ્યુ કે, આજે આપણે અહીં શબ્દો રજૂ કરવા માટે નથી આવ્યા પરંતુ કંઈક જવાબદારી સ્વીકારવા આવ્યા છીએ. ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સ્થાન મળે તે માટે એકત્ર થઈએ છીએ અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય. તેમણે કહ્યું કે પ્રશ્ન એ નથી કે સરકાર પણ કરશે પરંતુ પ્રશ્ન એ છે કે આપણે શું કરશું? જો રસ્તા પર ગૌ માતા ભૂખી હોય અને આપણે મોં ફેરવી લઈએ તો કોઈ કાયદો નહીં બચાવી શકે. ગૌશાળાઓ સંઘર્ષ કરતી હોય અને આપણે ચુપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે. આજે આપણે કોઈ આવેદન આપવા નથી આવ્યા પરંતુ આજે આપણી અંદર રહેલો સંકલ્પ જાગૃત કરવા માટે આવ્યા છીએ. જેથી આપણે સંકલ્પ કરીએ કે દરરોજ નહીં તો ક્યારેક ગૌસેવા જરૂર કરશું. ગૌ સમ્માન આહવાન અભિયાન અંતર્ગત રાજકોટથી 60,000 સહી વાળું આવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવેલું છે.
    Click here to Read More
    Previous Article
    કેદી પર આવ્યું લેડી જેલ ઓફિસરનું દિલ:આજીવન કેદની સજા પૂરી થયા પછી હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા, વિહિપે ફિરોઝાનું કરાવ્યું કન્યાદાન
    Next Article
    Tamil Nadu Election Results Live Updates: Tamil Nadu Governor, Vijay's Meet Concludes After About An Hour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment