Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનના દરિયાકાંઠા નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ:કેન્દ્ર સમુદ્રમાં 352 કિમીની ઊંડાઈએ હતું, સુનામીનું એલર્ટ નહીં

    2 days ago

    જાપાનના મી પ્રાંતના દરિયાકાંઠા નજીક રવિવારે સવારે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્ર મી પ્રાંતની રાજધાની ત્સુથી આશરે 110 કિલોમીટર દક્ષિણમાં હતું. ત્સુની વસ્તી 2.5 લાખથી વધુ છે. ભૂકંપ સમુદ્રમાં જમીનથી 352 કિલોમીટર ઊંડાઈએ આવ્યો. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હાલ કોઈ વ્યક્તિ ઘાયલ થઈ હોવાની અથવા જાનમાલના નુકસાનની માહિતી નથી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)ની વેબસાઇટ પર લોકોએ જણાવ્યું કે આંચકા લાંબા સમય સુધી અનુભવાયા. શરૂઆતમાં હળવા આંચકા આવ્યા, જે ધીમે ધીમે તેજ થતા ગયા. વિશ્વના 90% ભૂકંપ આ રીંગ ઓફ ફાયરમાં આવે છે રીંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે જ્યાં મહાસાગરીય ટેકટોનિક પ્લેટો ખંડીય પ્લેટો સાથે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે. તેમની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટી નીકળે છે. આ રીતે ભૂકંપની તીવ્રતાનો અંદાજ આવે છે ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપીસેન્ટર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગથી આંચકા આવો છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ કરી શકે છે. વિશ્વના 90% ભૂકંપ આ રીંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના તમામ સક્રિય જ્વાળામુખીમાંથી, 75% આ પ્રદેશમાં છે. 15 દેશો - જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રીંગ ઓફ ફાયર હેઠળ છે. હવે જાણો ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટ્સ સતત ફરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત, અથડાવાને કારણે, પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.
    Click here to Read More
    Previous Article
    Corporate Actions This Week: Infosys, Asian Paints, Coal India, Mazagon Dock, Varun Beverages & More In Focus | Full List
    Next Article
    ટ્રમ્પનો 'વૉલ સ્ટ્રીટ જર્નલ' સામેનો માનહાનિ કેસ ફગાવાયો:ન્યાયાધીશે કહ્યું- દલીલો પાયાવિહોણી; અહેવાલમાં ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment