Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્નિકલ ખામીને કારણે 60 કોન્ટ્રાક્ટરો માલામાલ થયા:350 કરોડનું પેમેન્ટ બાકી હોવા છતાં કોન્ટ્રાક્ટરોનાં એકાઉન્ટમાં ભૂલથી 24 કરોડ જમા, પાલિકાના એકાઉન્ટ વિભાગની બેદરકારી સામે આવી

    2 days ago

    સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના આશરે 60 જેટલા કોન્ટ્રાક્ટરોનાં બેંક ખાતામાં કુલ 24 કરોડ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. એક તરફ પાલિકા પાસે ગ્રાન્ટનો અભાવ છે અને અનેક બિલો પેન્ડિંગ છે, ત્યારે અચાનક આટલી મોટી રકમ ખાતામાં આવતા કોન્ટ્રાક્ટરોમાં અચરજ ફેલાયું હતું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહોતી કારણ કે પાલિકાએ તાત્કાલિક એક્શન મોડમાં આવી મોડી રાત સુધીમાં તમામ વ્યવહારો રિવર્સ કરાવી દીધા હતા. બેંક ઓપરેટરની 'કોપી-પેસ્ટ' ભૂલથી ડબલ એન્ટ્રી થઈ આ સમગ્ર ગોટાળા પાછળ ખાનગી બેંકના ઓપરેટરની એક સામાન્ય ગણાતી પણ ગંભીર ભૂલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જૂની પેજ શીટ મુજબ ક્લિયરિંગ માટે મુકાયેલા ચેકની યાદીને કોપી-પેસ્ટ કરવામાં આવતા ડબલ એન્ટ્રી થઈ ગઈ હતી. જેના કારણે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોનાં ખાતામાં 20 લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીની રકમ વધારાની જમા થઈ ગઈ હતી. વગર કામ કર્યે એકાઉન્ટમાં પૈસા જોઈ કોન્ટ્રાક્ટરો પણ ક્ષણિક માટે મૂંઝવણમાં મુકાયા હતા. 350 કરોડનું દેવું અને 24 કરોડનો લ્હાણી આ ઘટના ત્યારે બની છે જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે. 15મા નાણા પંચ સિવાયની મોટાભાગની ગ્રાન્ટ ખૂટી પડતા વિકાસકામોના અંદાજે 350 કરોડ રૂપિયાના બિલો અટવાયેલા છે. મેગા પ્રોજેક્ટ પર કામ કરતી એજન્સીઓ પેમેન્ટની રાહ જોઈ રહી છે ત્યારે બીજી તરફ વગર માગ્યે 24 કરોડ રૂપિયા વહેંચાઈ જતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ છબરડાને કારણે એકાઉન્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં દોડધામ, તમામ પૈસા પરત ખેંચાયા જેવી ભૂલની જાણ થઈ કે તરત જ પાલિકાના એકાઉન્ટ વિભાગે બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. ભૂલ સુધારવા માટે પાલિકાની ટીમ રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં અડિંગો જમાવીને બેસી રહી હતી. સદનસીબે, તમામ ટ્રાન્ઝેક્શન સમયસર રિવર્સ કરી દેવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને નુકસાન થતું બચાવી લેવાયું હતું. કોન્ટ્રાક્ટરો જે રકમ જોઈને ખુશ થયા હતા, તે રકમ રાતોરાત ખાતામાંથી ગાયબ થઈ જતાં આ કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો:મનપાએ રૂ.455.80 કરોડના લક્ષ્યાંક સામે રૂ.447.93 કરોડના વેરાની વસૂલાત કરી, 12 મીએ UPSC ની પરીક્ષા
    Next Article
    ચૂંટણીના એલાન બાદ CM નિવાસે ચૂંટણી સમિતિની બેઠક:60થી ઉપર અને 3 ટર્મ વાળા નેતાઓને ટિકિટ નહીં!, ભાજપ CECની બેઠકમાં નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment