Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણવીરના એક્શન સામે અક્ષયની કોમેડી ઝાંખી પડી!:'ભૂત બંગલા'એ બે દિવસમાં વર્લ્ડવાઇડ 60 કરોડ કમાયા; 31 દિવસ બાદ પણ 'ધુરંધર-2'નો દબદબો

    2 days ago

    અક્ષય કુમારની નવી હોરર-કોમેડી ફિલ્મ પર રણવીર સિંહની એક્શન ફિલ્મ ભારે પડી રહી છે. 'ધુરંધર-2'ના 31 દિવસ પછી રિલીઝ થઈ હોવા છતાં અક્ષયની ‘ભૂત બંગલા’ કમાણીની દૃષ્ટિએ નબળી પડી રહી છે. જ્યાં એક તરફ 'ભૂત બંગલા'એ બે દિવસમાં 60 કરોડનું કલેક્શન કર્યું છે, ત્યાં બીજી તરફ 'ધુરંધર-2' 1750 કરોડના વર્લ્ડવાઇડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બીજા દિવસે કમાણી વધી, 'ધુરંધર' બની રહી છે પડકાર અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી 16 વર્ષ પછી 'ભૂત બંગલા' દ્વારા પાછી ફરી છે. ફિલ્મે શનિવારે લગભગ 19 કરોડ રૂપિયા કમાયા. પહેલા દિવસે ફિલ્મે 12.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ રીતે બે દિવસનું કુલ નેટ કલેક્શન 35 કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે, અક્ષયની ફિલ્મ માટે 'ધુરંધર 2'ની હાજરી એક મોટી અડચણ સાબિત થઈ રહી છે. એક મહિનો જૂની હોવા છતાં રણવીરની ફિલ્મ દર્શકોને પોતાની તરફ આકર્ષી રહી છે. લગભગ 4 હજાર શો પર 'ધુરંધર'નો કબજો હોરર-કોમેડી 'ભૂત બંગલા' હાલમાં દેશભરમાં 11,513 શો સાથે ચાલી રહી છે. જ્યારે, 31 દિવસ જૂની હોવા છતાં 'ધુરંધર 2' પાસે હજુ પણ 3,913 શો ઉપલબ્ધ છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે જે રીતે વાપસી કરી છે, તેણે અક્ષય કુમારની ફિલ્મ માટે રસ્તો મુશ્કેલ બનાવી દીધો છે. 'ધુરંધર 2'ના કારણે 'ભૂત બંગલા'ની સ્ક્રીન્સ અને દર્શકોની સંખ્યામાં વિભાજન થઈ ગયું છે. 31મા દિવસે પણ ધુરંધરે નવા રેકોર્ડ બનાવ્યા 'ધુરંધર-2' વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. તેણે 1,742.10 કરોડ રૂપિયા કમાનારી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ને પાછળ છોડી દીધી. હવે તે માત્ર દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ) થી પાછળ છે.
    Click here to Read More
    Previous Article
    JEE Main 2026 Session 2 Final Answer Keys Out: Two Physics questions dropped; PDF at jeemain.nta.nic.in
    Next Article
    ઈરાન સાથે વાતચીત માટે US ઉપરાષ્ટ્રપતિ પાકિસ્તાન રવાના:ઈરાનનું સામેલ થવું નક્કી નથી, અમેરિકાએ ચીનથી આવી રહેલા ઈરાની જહાજ પર કબજાનો વીડિયો જાહેર કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment