Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઇક્રોસોફ્ટની 60 હજાર કર્મચારીને નોકરી છોડવાની ઓફર:23 હજાર ભારતના કર્મચારી પણ સામેલ, કંપની વળતર આપશે; ખર્ચ ઘટાડવા અને AIમાં રોકાણ વધારવાની તૈયારી

    1 day ago

    સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે. તેના બદલામાં તેમને એકસાથે સારી એવી રકમ ચૂકવવામાં આવશે. આ ઓફર ભારત, અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં કામ કરતા એવા કર્મચારીઓ માટે છે, જેઓ લેવલ 70 અથવા તેનાથી નીચલા હોદ્દા પર છે. કંપનીમાં કુલ 2.23 લાખ કર્મચારીઓ છે, જેમાંથી 23 હજાર ભારતમાં છે. તેમાંથી કેટલાને આ ઓફર મળશે, તે સ્પષ્ટ નથી. ભારતમાં પાત્ર કર્મચારીઓએ 1 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવો પડશે. કંપની આવું એટલા માટે કરી રહી છે કારણ કે તે AIની નવી ટેક્નોલોજી અને સિસ્ટમો વિકસાવવામાં ઘણો ખર્ચ કરી રહી છે. આ ખર્ચની ભરપાઈ કરવા માટે કંપની આ પગલું લઈ રહી છે. લેવલ 70 અથવા તેનાથી નીચેના કર્મચારીઓને મળી ઓફર આ કંપનીના જુનિયર, મિડ-લેવલ અને સિનિયર સ્તરના કર્મચારીઓનું કેડર હોય છે. તેમાં સોફ્ટવેર એન્જિનિયર, સિનિયર એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર, ટીમ લીડર અને મિડ-લેવલ મેનેજરોનો સમાવેશ થાય છે. કયા લોકો આનાથી બહાર છે? લેવલ 70થી ઉપરના, જેમ કે લેવલ 71, 72 અથવા 80+, કંપનીના સૌથી મોટા અધિકારીઓ અને લીડર્સ હોય છે. જેમ કે ડિરેક્ટર, પાર્ટનર, વાઇસ પ્રેસિડેન્ટ અને સી-લેવલ એક્ઝિક્યુટિવ્સ. આ ઉચ્ચ પદો પર રહેલા અધિકારીઓ પર આ ઓફર લાગુ પડતી નથી. વોલન્ટરી એક્ઝિટ ઓફરનો શું અર્થ છે? ઓફર નહીં સ્વીકારનારા લોકો પોતાની વર્તમાન ભૂમિકાઓમાં કામ કરતા રહેશે અથવા કંપની તેમને બીજા કોઈ પ્રોજેક્ટ/ટીમમાં ફરીથી સોંપી શકે છે. જો કંપની વૉલન્ટરી ઑફર દ્વારા ખર્ચ ઘટાડવાનો પોતાનો લક્ષ્યાંક હાંસલ કરી શકતી નથી, તો આવનારા સમયમાં તે ફરજિયાત છટણીનું પગલું ભરી શકે છે. આવી સ્થિતિમાં નોકરી ગુમાવનાર કર્મચારીઓને વૉલન્ટરી એક્ઝિટ જેટલું સારું નાણાકીય પેકેજ મળતું નથી. નોકરી છોડવા પર શું મળશે કંપનીએ આ અંગે માહિતી આપી નથી. અહેવાલો અનુસાર, ઑફર પસંદ કરનારા મિડ-લેવલ કર્મચારીઓને 39 અઠવાડિયાનો બેઝિક પગાર અને સિનિયર લેવલના કર્મચારીઓને 12 મહિનાનો બેઝિક પગાર મળશે. આ ઉપરાંત, આરોગ્ય વીમો અને કારકિર્દી બદલવામાં મદદ કરતી સેવાઓ પણ મળશે. કંપનીનો દાવો- કર્મચારીઓને વધુ વિકલ્પો આપવા એ હેતુ માઇક્રોસોફ્ટની એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એમી કોલમેને પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે આ મર્યાદિત સમય માટે શરૂ કરવામાં આવેલી પહેલ છે. તેનો હેતુ એવા કર્મચારીઓને વધુ વિકલ્પો આપવાનો છે, જેઓ કંપનીની બહાર નોકરી અથવા કારકિર્દીની અન્ય તકો પર વિચાર કરી રહ્યા છે. આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને આર્થિક સહાય આપવામાં આવશે. કોલમેને કહ્યું- સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની આ ઓફર અમારા માટે નવી છે. અમે તેમાંથી શીખીશું. તેમણે કહ્યું કે માઇક્રોસોફ્ટ કર્મચારીઓને નવી કુશળતાઓ શીખવામાં અને કંપનીની અંદર કારકિર્દીની અન્ય તકો શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે. તેનાથી તેમને કારકિર્દીનું આયોજન કરવામાં પણ મદદ મળશે. કોલમેનના જણાવ્યા અનુસાર, જ્યાં આવું કરવું યોગ્ય હશે ત્યાં કર્મચારીઓને આ તકો આપવામાં આવશે. આથી યોજનામાં સામેલ કંપનીની યુનિટ્સ પણ પોતાની બદલાતી જરૂરિયાતો અનુસાર કર્મચારીઓની સંખ્યા નક્કી કરી શકશે. જુલાઈમાં 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા કંપનીએ આ જ વર્ષે જુલાઈમાં 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા. કંપનીનું કહેવું હતું કે આ નિર્ણય AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ખર્ચ અને બિઝનેસમાં કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યો હતો. આ પહેલાં કંપનીએ પોતાના અમેરિકન વર્કફોર્સના આશરે 7% એટલે કે લગભગ 9,000 કર્મચારીઓને વૉલન્ટરી બાયઆઉટની ઑફર આપી હતી. CNBCના અહેવાલ મુજબ, આ વિકલ્પ માટે પાત્ર લોકોમાંથી લગભગ 30 ટકાએ વૉલન્ટરી રિટાયરમેન્ટ યોજના પસંદ કરી હતી. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, જૂનના અંતે માઇક્રોસોફ્ટ પાસે દુનિયાભરમાં 223,000 કર્મચારીઓ હતા, જ્યારે 2025ના અંતે આ સંખ્યા 228,000 હતી. કંપનીએ 2026 માટે 175 અબજ ડૉલરના ખર્ચનો અંદાજ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Winter Food: सर्दियों में रोज पिएं ये सूप, इम्यूनिटी को मिलेगा बूस्ट और शरीर रहेगा मजबूत
    Next Article
    ગેંગસ્ટર લૉરેન્સને સાબરમતી જેલના હાઈ-સિક્યોરિટી બ્લોકમાં ખસેડાયો:અહીં 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદીઓ સહિત 200 ખતરનાક કેદીઓ; લૉરેન્સ 2023થી આ જેલમાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment