Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષીય વૃદ્ધે 23 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું:પીડિતા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો, રાજકોટના ઉપલેટાનો બનાવ

    11 hours ago

    રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં 60 વર્ષીય વૃદ્ધે પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આ પાશવી કૃત્યના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. યુવતીની શારીરિક સ્થિતિમાં ફેરફાર થતાં માતાએ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી જેના આધારે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું ઉપલેટા પંથકમાં રહેતી પરિણીતાએ ભાયાવદર પોલીસ મથકે 60 વર્ષીય મધુ રૂડાભાઈ અકબરી નામના વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય યુવતી ઘરે એકલી હતી ત્યારે આશરે પાંચ મહિના પહેલાં બપોરના સમયે કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે આરોપી મધુ અકબરી પાછળથી ધસી આવ્યો હતો અને યુવતીના મોઢે ડૂમો દઈ, બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી તેને સામે આવેલા રોડ નજીકના અવાવરું સ્થળે ખેંચી ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ​પ્રથમ વખત દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર વૃદ્ધે યુવતીને ધાક-ધમકી આપી ડરાવી દીધી હતી. આ જ રીતે તેણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આશરે પાંચ વાર યુવતી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને છેલ્લે બે મહિના પૂર્વે તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, યુવતીને માસિક ધર્મ ન આવતાં અને પેટનો ભાગ ફૂલી જતાં માતાને શંકા ગઈ હતી. માતાએ પ્રેમથી પૂછપરછ કરતાં દીકરીએ પોતાની સાથે બનેલી તમામ હકીકત વર્ણવી હતી. આ સાંભળી માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે તાત્કાલિક યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી માટે ખસેડતા તબીબે તેને 21 અઠવાડિયા (પાંચ મહિના)નો ગર્ભ હોવાનું જાહેર કર્યું હતું. ​દીકરી સાથે આચરેલા આ પાશવી કૃત્ય અંગે જાણ થતાં જ પરિવારે હિંમત દાખવી ભાયાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી માતાની ફરિયાદના આધારે પીઆઈ એ.બી. જાડેજાની ટીમે ગુનો નોંધી આરોપી મધુ રૂડાભાઈ અકબરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધી:34.42 લાખનું 76,500 કિગ્રા નીમ કોટેડ યુરિયા ઝડપાયું હતું, પોલીસે બેની અટકાયત કરી હતી
    Next Article
    અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ:આજે રાજ્યના 72 તાલુકામાં મેઘમહેર, 34 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ; 13મીએ નવસારી-વલસાડમાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment