Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે 60 હજારની છેતરપિંડી:બંને ડ્રાઈવરોએ સુપરવાઇઝરને રૂ.2000ની લાંચ આપીને કૌભાંડ આચર્યું, ત્રણેય વિરૂદ્ધ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    1 सप्ताह पहले

    ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ડ્રાઈવરો અને એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના સુપરવાઈઝરે મિલીભગત રચીને ટ્રાન્સપોર્ટ કંપની તેમજ એમ.કે.સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની સાથે રૂપિયા 60 હજારના માલની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટ માલિકે જીપીએસ (GPS) લોકેશનના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ટ્રાન્સપોર્ટ માલિકે પોતાના વાહનોનું જીપીએસ લોકેશન ચેક કર્યું ફરિયાદી વિશ્વરાજસિંહ 'ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ' નામે વ્યવસાય કરે છે, જેઓ ચામુંડા સ્ટોન ક્રશર અને પોતાના પિતાની લીઝ પરથી બ્લેક ટ્રેપ કપચીનો માલ ભરીને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામકાજ અર્થે 'એમ.કે.સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' કંપનીમાં પોતાના ડમ્પરો દ્વારા મોકલે છે. તાજેતરમાં કંપનીના સ્ટાફ તરફથી માલની ડિલિવરીમાં ગડબડ થતી હોવાની આશંકા વ્યક્ત કરાતા ટ્રાન્સપોર્ટ માલિકે પોતાના વાહનોનું જીપીએસ લોકેશન ચેક કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માલ ધોલેરા પહોંચવાને બદલે જાળીયા અને ખડસલી ગામના ખડીયાથી બારોબાર અન્ય માર્ગે જઈ રહ્યો હતો. રૂ. 2,000ની લાંચ આપીને આચર્યું કૌભાંડ વધુ તપાસમાં બહાર આવ્યું કે ડમ્પર નંબર GJ-04-AX-0901 ના ડ્રાઈવર સુનિલ દિનેશભાઈ ચૌહાણ (રહે. નારી ગામ) અને ડમ્પર નંબર GJ-04-AX-0904 ના ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ ઉર્ફે વિકીભાઈ મહીપતસિંહ વાઘેલા (રહે. ભાવનગર) એ નિર્ધારિત જગ્યાએ માલ ખાલી કર્યો ન હતો. આ બંને ડ્રાઈવરોએ 'એમ કે સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની' ના સુપરવાઈઝર લલીતકુમારને રૂપિયા 2,000 ની લાંચ આપીને માલની ડિલિવરી મળી ગઈ હોવાની ખોટી સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ ડમ્પરોમાં ભરેલો અંદાજે રૂપિયા 60,000ની કિંમતનો કપચીનો માલ બાવળીયારી ગામે રોકડી રકમ મેળવીને બારોબાર વેચી દીધો હતો. બે ડ્રાઈવરો અને સુપરવાઈઝર સામે ફરિયાદ ટ્રાન્સપોર્ટ માલિકે બાવળીયારી ગામે રૂબરૂ જઈને તપાસ કરતા ચોરીનો માલ ત્યાંથી મળી આવ્યો હતો. કૌભાંડ પકડાઈ જતા માલિકે ડ્રાઈવર સુનિલને પૂછપરછ માટે ગાડીમાં બેસાડી સિહોર પોલીસ સ્ટેશને લાવ્યા હતા. હાલમાં ફરિયાદીએ પોતાના પિતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના મેનેજર મનોજ રાહા સાથે મળીને બંને ડ્રાઈવરો, સુપરવાઈઝર લલીતકુમાર તેમજ તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પરથી 45થી 50 કરોડના હેરોઇન સાથે એક ઝડપાયો:મહિલાએ મલેશિયામાં જથ્થો આપ્યો હતો અને તે કેરાલાનો વતની હોવાનો ઘટસ્ફોટ
    Next Article
    Rupee hits another record low of 96.4/$, falls for 7th day in a row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment