Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઇટિંગ રિંગમાં 6 ફૂટના રોબોટનું તાંડવ, VIDEO:અમેરિકન ઈન્ફ્લુએન્સરને ધોઈ નાખ્યો; એવી લોખંડી કિક મારી કે ઉડી ગયા હોશ, વિશ્વની પહેલી 'હ્યુમન Vs ટર્મિનેટર' ફાઇટ જુઓ

    9 hours ago

    સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં જોવા મળતા રોબોટિક યુદ્ધના દ્રશ્યો હવે વાસ્તવિકતા બની રહ્યા હોય તેવો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી એક અનોખી મેચમાં 6 ફૂટ ઊંચો હ્યુમનોઇડ રોબોટ એક જીવતા-જાગતા માણસ સામે ફાઈટિંગ રિંગમાં ઉતર્યો હતો. લોકપ્રિય અમેરિકન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર ફ્રેન્કી લાપેન્ના આ ફાઈટિંગ કેજમાં રિમોટ-કંટ્રોલ રોબોટનો સામનો કરતા જોવા મળ્યા હતા. આ મેચનું આયોજન યુએસ સ્થિત રોબોટિક્સ કંપની REK દ્વારા કરવામાં આવ્યું હતું. કંપની વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત કોમ્બેટ ગેમ વિકસાવી રહી છે, જેમાં યુઝર્સ રિમોટ દ્વારા હ્યુમનોઇડ રોબોટ્સને કંટ્રોલ કરી રિંગમાં ફાઈટ કરાવી શકે છે. રિંગમાં થયો જોરદાર મુકાબલો ફાઈટ શરૂ થતાં પહેલાં ભવિષ્યના ફાઈટર મશીન જેવો દેખાતો આ રોબોટ રિંગમાં વોર્મ-અપ કરતો નજરે પડ્યો હતો. મેચ શરૂ થતાં જ લાપેન્નાએ રોબોટ પર મુક્કાબાજી શરૂ કરી હતી, જેની સામે રોબોટે પણ જોરદાર પંચ અને કિક મારી વળતો પ્રહાર કર્યો હતો. ફાઈટ દરમિયાન રોબોટની શક્તિશાળી કિકથી લાપેન્ના કેજમાં ફંગોળાતો જોવા મળ્યો હતો, જે મશીનની ગતિ અને તાકાત સ્પષ્ટ દર્શાવે છે. REK કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરતા લખ્યું: "અમે પ્રથમ ‘હ્યુમન વર્સિસ ટર્મિનેટર’ રોબોટ ફાઈટ સાથે ઇતિહાસ રચી દીધો છે. ફ્રેન્કી લાપેન્નાએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો." જુઓ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા આ અનોખી લડાઈનો વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભવિષ્યમાં રોબોટિક ફાઈટ પ્રોફેશનલ સ્પોર્ટ્સનો ભાગ બનશે? એક યુઝરે કોમેન્ટ કરી, "જો કોઈ પ્રોફેશનલ ફાઈટર આ રોબોટ સામે લડે તો તેનું પરિણામ શું આવે તે જોવું રસપ્રદ રહેશે." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "આવનારા 5 વર્ષમાં રોબોટ્સ અને માણસોની ફાઈટ UFC જેવી સ્પોર્ટ્સનો ભાગ બની જશે."
    Click here to Read More
    Previous Article
    दिन-रात बराबर 12-12 घंटे के होंगे, 23 सितंबर को धरती पर अनोखी खगोलीय घटना
    Next Article
    રામ મંદિરમાં 105 વખત દાનની ચોરી, CCTV ફૂટેજમાં દેખાઈ:સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યુપી SITએ કહ્યું- 2 દિવસમાં ચાર્જશીટ રજુ કરી દઈશું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment