Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતન્યાહૂની હત્યાનો દાવો ઇઝરાયલે ફગાવ્યો:તેઓ બિલકુલ ઠીક છે; વીડિયોમાં 6 આંગળીઓ દેખાયા બાદ મૃત્યુની અટકળો હતી; UAE માટે અનેક ફ્લાઇટ્સ રદ

    12 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક પોસ્ટમાં તેમની હત્યા થઈ હોવાનો અથવા દેશ છોડી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પીએમ કાર્યાલયે તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે ઇરાનના હુમલામાં નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે અથવા તેઓ જર્મની ભાગી ગયા છે. પીએમ કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન સુરક્ષિત છે અને આવા સમાચાર ફેક ન્યૂઝ છે. 13 માર્ચે નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો. તેમાં તેમણે કહ્યું કે ઇઝરાયલ ઇરાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. આ જ વીડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક યુઝર્સે વીડિયોને AI અથવા ડીપફેક ગણાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે, આ અસલી નેતન્યાહુ નથી. ઈરાને કહ્યું- સુપ્રીમ લીડર મુજતબા સંપૂર્ણપણે સ્વસ્થ ઈરાને કહ્યું છે કે દેશના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ પહેલા બ્રિટિશ મીડિયા ધ સને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મુજતબા 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે અને તેમનો એક પગ પણ કાપવો પડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડે પણ કહ્યું હતું કે મુજતબા ઘાયલ થયા છે. જોકે અરાઘચીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    LPG booking app overtakes ChatGPT to top Google Play Store, App Store download charts in India
    Next Article
    Bangladesh vs Pakistan 3rd ODI Live Streaming: When And Where To Watch Live Telecast

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment