Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં એક જ દિવસમાં સરેરાશ 6 ઇંચ વરસાદ:અનેક રસ્તા બંધ, SDRF-NDRF એલર્ટ પર; જિલ્લામાં સરેરાશ 29 ઇંચ વરસાદ

    10 hours ago

    હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને સાચી ઠેરવતા નર્મદા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. 31 જુલાઇની મધરાતથી શરૂ થયેલા સતત વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. તિલકવાડામાં 5.2 ઇંચ, નાંદોદમાં 5.08 ઇંચ, ડેડિયાપાડામાં 4.92 ઇંચ, સાગબારામાં સૌથી વધુ 9.24 ઇંચ, ગરુડેશ્વરમાં 6.04 ઇંચ અને ચીકદામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. એક જ દિવસમાં જિલ્લામાં સરેરાશ 6 ઇંચ વરસાદ વરસતા અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 29 ઇંચ સુધી પહોંચી ગયો છે. અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાતા અનેક રસ્તા વાહનવ્યવહાર માટે બંધ સતત વરસાદને કારણે નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. જેના કારણે ડેડિયાપાડા, સાગબારા, સેલંબા અને ગરુડેશ્વર વિસ્તારના અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. પુલ અને કોઝવે ઉપરથી પાણી પસાર થતાં લોકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જોખમી સ્થળોએ અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. SDRFએ બે લોકોને પાણીમાંથી સુરક્ષિત બચાવ્યા ભારે વરસાદ વચ્ચે તિલકવાડા તાલુકામાં ખેતરે ગયેલા એક ખેડૂત પાણીના પ્રવાહમાં ફસાઈ જતા SDRFની ટીમે સમયસર પહોંચીને તેમનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. ઉપરાંત તિલકવાડાના ગૌચરીયા ગામે પણ પાણીમાં ફસાયેલા અન્ય એક વ્યક્તિને SDRF દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કલેક્ટરે પરિસ્થિતિની સમીક્ષા કરી, SDRF અને NDRFની ટીમો તૈનાત વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ કરજણ ઓવરાની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા SDRF અને NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને પરિવારોને સલામત સ્થળે ખસેડાયા સુરક્ષાના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી, ગરુડેશ્વર, સાંજરોલી, પાનતલાવડી, ધીરખાડી, અક્તેશ્વર અને જેતપુર ગામોમાંથી સગર્ભા મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી. ઉપરાંત સાગબારા તાલુકાના ઉમાન ગામેથી બે પરિવારોના કુલ સાત સભ્યોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. રાજપીપળાના નરસિંહ ટેકરી વિસ્તારમાંથી ખસેડાયેલા નાગરિકોને પણ નગરપાલિકાના સેક્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે. નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ, મુખ્યમંત્રીએ કરી પ્રશંસા ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામે ધસમસતા નદીના પ્રવાહમાં તડવી શશીકાંત રમેશભાઈ નામનો 22 વર્ષીય યુવક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સૌના સંયુક્ત પ્રયાસોથી ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ સફળ રેસ્ક્યુ કામગીરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બિરદાવી હતી. મુખ્યમંત્રીએ તેને વહીવટી તંત્રની સતર્કતા અને ગ્રામજનોની એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ફરી પવન સાથે ધોધમાર વરસાદ શરૂ:મણિનગર, વાડજ અને ઇન્કમટેક્સ વિસ્તારના રોડ પાણી-પાણી; તમામ સ્કૂલોમાં રજા જાહેર
    Next Article
    પપ્પુ યાદવે પૂજારી બનીને દાન ચોરીનું ‘નાટક’ કર્યું:રાહુલે દાનપેટીમાં પૈસા નાખ્યા, બિરલાએ ચેતવણી આપી- આ ગૃહની ગરિમા વિરુદ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment