Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વેલરી કંપનીઓના સ્ટોક્સ 6% સુધી તૂટ્યા:PM મોદીની બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલની અસર, સેન્સેક્સ 13 અંક ઘટીને 76,944 પર બંધ થયો

    14 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 1 સપ્ટેમ્બરે નજીવો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 13 પોઈન્ટના ઘટાડા સાથે 76,944 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 25 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,056 પર બંધ થયો. ઓટો, ફાર્મા, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ વેચવાલી જોવા મળી. PM નરેન્દ્ર મોદીએ લોકોને બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કર્યા બાદ જ્વેલરી કંપનીઓ સાથે સંકળાયેલા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. કલ્યાણ જ્વેલર્સના શેરમાં 4.61% અને PC જ્વેલર્સના શેરમાં આજે 6.10% નો ઘટાડો રહ્યો. જ્યારે ટાઇટનના શેરમાં 1.52% નો ઘટાડો રહ્યો. આજથી ઓપન થયો દીપા જ્વેલર્સનો IPO દીપા જ્વેલર્સનો IPO આજથી ખુલ્લો મુકાયો છે. રોકાણકારો તેમાં 3 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. તેમાં ઓછામાં ઓછા 14,868 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની આ IPO દ્વારા 459.72 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો 31 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 21,175 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 31 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 307 પોઈન્ટ ઘટીને 76,957 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 95 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,080 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘Targeting journalists and their work’: Press bodies condemn Bengal FIR against Anandabazar Patrika journalists
    Next Article
    'ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે':બોલિવૂડ એક્ટર દીપક તિજોરી CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં નિયમ બનાવવાની માંગ કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment