Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં 6 મહિનાની વીજ સમસ્યાનો અંત:કોંગ્રેસની રજૂઆત બાદ PGVCL દ્વારા નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત

    17 hours ago

    ટંકારા નગરપાલિકા વિસ્તારના નગર નાકા અને પોલીસ ચોકી નજીક છેલ્લા છ મહિનાથી સર્જાતી વીજ સમસ્યાનો અંત આવ્યો છે. સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો અને નગરપાલિકા સભ્યોની સતત રજૂઆતો બાદ રવિવારે પીજીવીસીએલ (PGVCL) દ્વારા નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી ટ્રાન્સફોર્મરમાં ખામી હોવાને કારણે આ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હતો. સતત વીજ વિક્ષેપને કારણે રહેવાસીઓ, વેપારીઓ અને આસપાસના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પ્રશ્નના ઉકેલ માટે ટંકારા તાલુકા કોંગ્રેસના મહામંત્રી દુષ્યંત ભૂત, વોર્ડ નં. 6ના નગરપાલિકા સભ્ય જીતેન્દ્ર ગોસ્વામી, સલીમ ભાણું તેમજ વોર્ડ નં. 4ના સભ્ય ગફાર ભૂંગર દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમના સતત ફોલોઅપ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. જનહિતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ રવિવારની જાહેર રજાના દિવસે પણ સ્થળ પર પહોંચી નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કર્યું હતું. ટ્રાન્સફોર્મર કાર્યરત થતાં વિસ્તારના લોકોને લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યામાંથી રાહત મળી છે. કોંગ્રેસના હોદ્દેદારોએ રજાના દિવસે પણ કામગીરી કરનાર પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી સમયમાં પણ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
    Click here to Read More
    Previous Article
    કાવ્યા મારનના અનિરુદ્ધ સાથે લગ્ન નક્કી!:મ્યુઝિક કમ્પોઝરના કાકાએ વાતની પૃષ્ઠિ કરી, સનરાઇઝર્સ હૈદરાબાદની માલકણના વખાણ પણ કર્યા
    Next Article
    Pregnant Telangana Woman Dies By Suicide After Husband Demands DNA Test

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment