Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની 6 બિલ્ડિંગમાં ફાયર NOCના નામે ચીફ ફાયર ઓફિસરની લૂંટ:અમિત ડોંગરે વતી 36000ની લાંચ લેતા શખ્સને ACBએ ઝડપ્યો, બંનેની ધરપકડ

    1 day ago

    અમદાવાદ મનપાના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને ACBએ ઝડપી પાડ્યા છે. ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે લાંચ માંગવામાં આવી હતી. આ મામલે નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ મેમનગરની યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવીને રંગેહાથ દબોચ્યો. ઓક્ટોબર, 2024માં મ્યુનિ.ની પરીક્ષામાં પાસ થયેલા અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે તરીકે નિમણૂક કરાઈ હતી. મ્યુનિ. ઇતિહાસમાં પહેલીવાર સ્ટાફના સભ્યને બદલે બહારથી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરાઈ હતી. ફાયર NOC મંજૂર કરવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000ની માંગણી ફરિયાદ કરનારે શહેરની 6 જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ NOC ₹6,000 લેખે કુલ ₹36,000ની લાંચની માંગણી કરી હતી. મેમનગરમાં ACBનું સરપ્રાઈઝ ઓપરેશન લાંચ આપવા ન માગતા જાગૃત નાગરિકે આ અંગે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે 7 ઓગસ્ટના રોજ બે સરકારી પંચોની હાજરીમાં મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે વાતચીત કરીને જેવા ₹36,000 સ્વીકાર્યા કે તુરંત જ એસીબીના અધિકારીઓએ તેને ઘેરીને ઝડપી લીધો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ અમિત ડોંગરે NOC મંજૂર કરવાના બદલામાં પોતાના વહીવટદાર ભાવસિંહ ઝાલા મારફતે લાંચ વસૂલવાનું રેકેટ ચલાવતા હતા. ફાયર સેફ્ટી અંગે જે પણ લેવડ-દેવડ કરવાની હોય તેના માટે ભાવસિંહને જ મળવા જણાવાતું હતું. આખરે એક જાગૃત ફાયર સેફ્ટી ઓફિસરે હિંમત દાખવીને રકમ આપવા જતી વખતે જ ACB પાસે ટ્રેપ ગોઠવડાવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વચેટિયા ભાવસિંહ ઝાલાની ધરપકડ અને તેની પૂછપરછમાં લાંચનું સ્પષ્ટ નેટવર્ક સામે આવ્યા બાદ એસીબીની ટીમે AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ કરી લીધી છે. 2025ની ધૂળેટી પાર્ટીમાં રેઇન ડાન્સ માટે ફાયરબ્રિગેડની ગાડી મોકલી વિવાદમાં આવ્યો અમદાવાદમાં 14 માર્ચ, 2025ના અને ધૂળેટીના દિવસે થલતેજમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઊજવી હોય એવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી હતી. તેમાં પણ આંચકાજનક વાત તો એ હતી કે, ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદમાં ફરજ બજાવતા ACP રાજેશ ભાવસારે ફાયરબ્રિગેડની ગાડી મગાવી હતી. જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે એનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે 20 માર્ચ, 2025ના રોજ કરેલા ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે, ફાયર સ્ટેશનના સરકારી રેકોર્ડ પર સવારના 11 વાગ્યે ને 15 મિનિટે આ ઇવેન્ટ માટે ગાડી આપ્યાની નોંધ હતી, જેમાં લખ્યું હતું કે, CFO (ચીફ ફાયર ઓફિસર) ડોંગરે સાહેબના હુકમથી જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ, સિમ્સ બ્રિજ પાસે એક 'ગજરાજ' મોકલી આપો. એની જાણ જમાદારને કરી છે. બોડકદેવથી ‘ગજરાજ’ મોકલી આપી છે. CFO સાહેબ જણાવે છે કે ડેપ્યુટી કમિશનર ઠક્કર સાહેબ સાથે વાતચીત થતાં ચાર્જ આવતીકાલે ભરી દેશે. ધ્યાનથી જોશો તો આ એન્ટ્રીમાં બે વાત નોંધવા જેવી લાગે છે. પહેલી વાત- ગાડી મોકલવાનો હુકમ ખુદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કર્યો હતો. બીજી વાત આ પાના પરની અન્ય તમામ એન્ટ્રી એક-એક લીટી છોડીને લખવામાં આવી છે. જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોકલેલી ગાડીની એન્ટ્રી પછી ખાલી લીટી છોડી નથી. એટલું જ નહીં, છેલ્લી લીટીમાં તો બે વાક્ય ઉપર-નીચે લખેલા છે, એટલે જાણે અમુક સમય પછી એન્ટ્રી ઉમેરી હોય એમ લાગે છે.
    Click here to Read More
    Previous Article
    થરૂરે કહ્યું- RSSની વિચારધારા બદલાઈ નથી:તેમનો હેતુ દેશને હિંદુ રાષ્ટ્ર તરીકે આગળ વધારવાનો છે, પરંતુ ભાગવતનું નિવેદન પરિવર્તનનો સંકેત આપે છે
    Next Article
    તિથલમાં RGSA અંતર્ગત પંચાયતી પદાધિકારીઓને તાલીમ:ગ્રામ્ય વિકાસને ગતિ આપવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment