Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપડ માર્કેટમાં પેમેન્ટ ડિફોલ્ટરો સામે ફોસ્ટાનું કડક વલણ:નિયત સમયમાં નાણા નહીં ચૂકવનાર વેપારીઓ બ્લેકલિસ્ટ કરવા તૈયારી, 6 મહિના પેમેન્ટ અટકાવનાર સામે GST પોર્ટલ પર ફરિયાદ થશે

    2 days ago

    સુરત કાપડ માર્કેટમાં પેમેન્ટ ન ચૂકવી કરોડો રૂપિયાનું ઉઠમણું કરતા લેભાગુ વેપારીઓ પર અંકુશ મેળવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટમાં વેપારીઓના અટવાયેલા નાણાં અને પેમેન્ટ ન મળવાની સતત મળતી ફરિયાદોને પગલે ફોસ્ટાએ ડિફોલ્ટરોને સીધા જ 'બ્લેકલિસ્ટ' કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે 60થી 90 દિવસમાં નિયમિત નાણાં ચૂકવતા પ્રામાણિક વેપારીઓને બાદ કરતાં, મહિનાઓ સુધી પેમેન્ટ રોકી રાખનારા અને છેતરપિંડીના ઈરાદા ધરાવતા વેપારીઓ સામે હવે આરપારની લડાઈ લડવામાં આવશે. 180 દિવસથી પેમેન્ટ અટકાવનારા સામે લાલઆંખ ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક લેભાગુ તત્વો એકથી દોઢ વર્ષ સુધી વેપારીઓના પૈસા લઈને બેસી રહે છે. આવા વેપારીઓની યાદી અલગ-અલગ માર્કેટ વિસ્તારોમાંથી મંગાવવાની કામગીરી ફોસ્ટાએ શરૂ કરી છે. ખાસ કરીને જે વેપારીઓ 180 દિવસ કરતાં વધુ સમય સુધી પેમેન્ટ ચૂકવતા નથી, તેમની સામે કાનૂની અને વ્યાપારી સ્તરે કડક પગલાં લેવાશે. નિયમ મુજબ 180 દિવસથી વધુ સમય નાણાં અટકેલા હોય તો GST પોર્ટલ પર પણ સત્તાવાર ફરિયાદ કરી શકાય છે. ફોસ્ટા આવા લોકોને પહેલાં આખરી ચેતવણી આપશે અને જો પેમેન્ટ ક્લિયર નહીં થાય તો માર્કેટમાં બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 'સારી રીતે વેપાર કરવો હોય તો જ સુરત આવો' સમગ્ર મામલે ફોસ્ટાના ઉપપ્રમુખ દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, "બહારગામના વેપારીઓ 1000થી 2000 કિલોમીટર દૂર રહેતા હોવાથી સુરતના વેપારીઓ માત્ર ફોન પર જ તેમનો સંપર્ક કરી શકે છે. કેટલાક લોકો આ અંતરનો ગેરફાયદો ઉઠાવી પહેલાં મીઠી વાતો કરી વિશ્વાસ કેળવે છે અને બાદમાં છેતરપિંડી આચરી પેમેન્ટ દબાવી રાખે છે. જ્યાં સુધી મોટું પ્રેશર ન આવે ત્યાં સુધી તેઓ નાણાં આપતા નથી. આવા વેપારીઓને અમારી સ્પષ્ટ વોર્નિંગ છે કે પ્રમાણિકતાથી ધંધો કરવો હોય તો જ સુરતમાં વેપાર કરો, અન્યથા ફોસ્ટા આવા લેભાગુઓને બ્લેકલિસ્ટ કરવાના નિર્ણયો લેવા સંપૂર્ણ તત્પર છે. ફોસ્ટાના પોર્ટલ અને બજારમાં ખુલ્લેઆમ નામો મુકાશે સુરતના સ્થાનિક વેપારીઓની મુડી સુરક્ષિત રહે તે માટે ફોસ્ટા દ્વારા તૈયાર થનારું આ બ્લેકલિસ્ટ સંપૂર્ણપણે સાર્વજનિક કરવામાં આવશે. આ યાદી માત્ર ફોસ્ટાના સત્તાવાર પોર્ટલ પર જ મુકાશે એટલું જ નહીં, પરંતુ સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટોમાં ઓપનલી તેની વિગતો મોકલવામાં આવશે. જેથી અન્ય વેપારીઓ પણ આવા ચીટરો સાથે માલની લેવડદેવડ કરતાં અટકી શકે. દિવાળી ટાણે વેપારમાં રોકડ પ્રવાહ જળવાઈ રહે અને માર્કેટમાં ઉઠામણાંના દૂષણને કાયમી ડામી શકાય તે દિશામાં ફોસ્ટાનું આ પગલું અત્યંત મહત્વનું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની ચૂંટણીમાં વિવાદમાં આવેલા 'માસ્કમેન' સામે FIR:વેપારીને ₹50 લાખની ખંડણી માટે ધમકી આપી, ભાજપ કોર્પોરેટરની કારકિર્દી ખતમ કરવા બ્લેકમેઇલ કર્યા
    Next Article
    અમરેલીના માલકનેશ ગામમાં ઘરમાં સિંહ ઘૂસ્યો:પશુનું મારણ કર્યા બાદ કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો; વનવિભાગ દ્વારા ટ્રાન્ક્વીલાઈઝ કરી રેસ્ક્યુ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment