Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "બેવફા પત્ની બોલી તું મરી જા, મારું નામ લખતો જાજે":રાજકોટમાં બાંધકામ ધંધાર્થીના આપઘાત કેસમાં પત્ની સહિત 6 સામે FIR દાખલ

    1 day ago

    રાજકોટના ઓમનગર સર્કલ પાસે મુરલીધર શેરીમાં બાંધકામ ધંધાર્થીના આપઘાત પ્રકરણમાં તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પત્નીના અનૈતિક સબંધ, સાસુ-સસરા, સાળી, સાઢુ સહિતના શખ્સોના ત્રાસથી કંટાળી પરીવારના આધારસ્તંભ એકના એક પુત્રએ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે તાલુકા પોલીસે મૃતકની પત્ની, સાસુ-સસરા, સાળી, સાઢુ અને પ્રેમી સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટના ઓમનગર સર્કલ નજીક મુરલીધર શેરીમાં બાંધકામ ધંધાર્થી પાર્થ પિત્રોડાના આપઘાત મામલે તાલુકા પોલીસ મથકમાં પત્ની સહિત 6 વ્યક્તિઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (મરવા મજબૂર કર્યાની) કલમ હેઠળ ગુનો નોંધાયો છે. મૃતકની બહેન શીતલબેન રાઠોડની ફરિયાદના આધારે પોલીસે પત્ની જાનકી કારેલીયા, સાસુ-સસરા, સાળી, સાઢુ અને એક કથિત પ્રેમીને આરોપી બનાવ્યા છે. બાંધકામ ધંધાર્થીની સ્યુસાઈડ નોટ.. બેવફા પત્ની ’જાનકી બોલી તુ મરી જા મારૂ નામ લખતો જાજે, મને કાંઈ જ નહી થાય' યુવકે સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મારા મેરેજને 7 વર્ષ થયા છે, મારે અને જાનકીને કઈ પણ થયું હોય તો સસરા આવીને એમને તેડી જાય. 7 વર્ષમાં 6 વાર તેડી ગયા છે અને હવે મારા સસરા બધા માથાભારે માણસો પાસે ફોન કરાવે, હુ જાનકીને જ લવ કરતો હતો એટલે હુ એને ભુલી શકતો ન હતો. જાનકીને છેલ્લા 2 વર્ષ લફડા હતા અને છેલ્લે યોગેશ સોલંકીને કોન્ફરન્સમા રાખી કહેલ કે, તુ ડીવોર્સ આપ બાકી તને મારી નાખીશ.મે બધી ટ્રાય કરી કે જાનકી જે હોય એ, તુ આવી જા પણ મારા સાળાને મને બહું જ હેરાન કરવો તો, છેલ્લે જાનકી બોલી તુ મરી જા મારૂ નામ લખતો જાજે, મને કાંઈ જ નહી થાય, મારા સસરા પણ સાથે હતા. એ પણ બોલ્યા કે, તુ મરી જા અમને કાંઇ જ નહી થાય જાનકીને અનહદ લફડા હતા, તો પણ હુ મારા પ્રેમને લીધે હુ એની પાછળ જ રહેતો હતો. એસપી, પીઆઈ સર આઈ રીકવેસ્ટેડ ફોર યુ HAVE SEEN JUSTICE SIR યુવકે લાંબી લખેલ સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, બધા રેકોર્ડિંગ મારા ફોનમાં છે, મને ખોટા કેસમાં પણ ફસાવી દીધો તો, આ બધુ મારા ફોનમાં છે બાકી મારા ફેમીલી આમની બધી જ ખબર છે. એસપી, પીઆઈ સર આઈ રીકવેસ્ટેડ ફોર યુ I HAVE SEEN JUSTICE SIR હું જીવવા જ માંગતો હતો.પણ આ લોકો મને જીવવા જેવો જ ન રહેવા દીધો. આ પાંચ લોકોએ મારા સમાજમાં, મારા બિઝનેસમાં સર બધી જગ્યાએ મારી આબરુ કાઢી નાખી છે. SO SIR PLEASE I HAVE HEARTLY REQUESTED FOR YOU આ લોકો તમે પોલીસના બધા કોન્ટેક્ટ કરશે. મને ન્યાય અપાવજો. વેપારી સાથે 45 લાખની ઠગાઈ આચરનાર કર્મચારી અઢી વર્ષે ઝડપાયો, નાણાં મોજશોખ પાછળ ખર્ચ કરી નાખ્યાની કબૂલાત પામ સિટીમાં રહેતાં વેપારી સાથે 45 લાખની ઠગાઈ આચરનાર કર્મચારી લાલાને પીસીબીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. વેપારીએ ચેક લખી રોકડ લેવાં મોકલ્યા બાદ ગઠિયો રોકડ લઈ પરત આવ્યો જ નહિ અને ફરાર થઇ ગયો હતો.પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપી અમીત ઉર્ફે લાલો હેમંતસિંહ ડાભી (ઉ.વ.36, રહે.ચંદ્રેશનગર શેરી નં.2, માયાણી ચોક પાસે) ને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.આ મામલે સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક વિદ્યાનિકેતન સ્કુલની સામે પામ સિટીમાં રહેતાં રોનકભાઇ વિનોદરાય ઉદેશી (ઉ.વ.33) એ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે. તેમની સાથે કામ કરતાં અમિત ઉર્ફે લાલા નામના શખ્સને બેંકમાં રૂપિયા ઉપાડવા મોકલ્યા બાદ આરોપી રૂ.45 લાખ ચેકથી ઉપાડી ફોન સ્વીચ ઓફ કરી નાસી છૂટ્યો હતો.આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં નાસતો ફરતો હતો. હાલ તેના પિતાની તબિયત ખરાબ થતા તે રાજકોટ આવતા જ તેમને દબોચી લીધો હતો. રૂ. 45 લાખ તેને મોજ શોખ માટે વાપરી નાખ્યાની પ્રાથમિક કબુલાત પણ આપી છે. યુવાન પર રીક્ષાની કિક વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું ગંજીવાડા વિસ્તારમાં રીક્ષા ચાલકને રીક્ષાની કિકનો ઘા ઝીંકી માથું ફોડી નખાયું હતું. મારી રીક્ષા ઉભી રહેશે નહિ કહી વિજય શાપરાએ યુવાનની રીક્ષાનો કાચ ફોડી નાંખતા થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.બનાવ અંગે ભાવનગર રોડ પર મનહર સોસાયટી શેરી નં.1 માં રહેતા 42 વર્ષીય યુવાન હિતેષભાઈ પરબતભાઈ ચૌહાણે આરોપી તરીકે વિજય મોહન શાપરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરી કરેલો માલ રાખનાર ભંગારના ધંધાર્થીનો સાગરીત પાસામાં ધકેલાયો બાંધકામ સાઈટ પરથી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરનાર ટોળકીને ઝડપી લેવામાં આવી આવી હતી.જેમાં રોહિત ઉર્ફે બાવલો મનજી વાઘેલા (ઉ.વ.20 રહે મોટા મોવા પરસાણા ચોક), કલ્પેશ અર્જુન માથાસુરીયા (ઉ.વ. 21) અને માલ ચોરીનો હોવાનું જાણવા છતા આ ચોરીનો માલ રાખનાર ભંગારના ધંધાર્થી મનોજ કાંતિ સોલંકી (ઉ.વ. 30) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનરે દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવતા ત્રણેયને જેલહવાલે કર્યા હતાં. દરમિયાન ભંગારના ધંધાર્થીને સાથ આપનાર રાજેશ ઉર્ફે રાજુ દેવશી કુકડીયા(ઉ.વ. 37) સામે પણ પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જેલ હવાલે કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજાઈ:'હર ઘર તિરંગા' અને 'તિરંગા યાત્રા' અભિયાનની સફળતા માટે બેઠક
    Next Article
    Gandhinagar Fake Ghee | છત્રાલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Food Quality |Factory| Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment