Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી:વોર્ડ નં. 6માં EVM ખોટવાતા મતદારોને હાલાકી, સવારથી મતદાનમાં વિલંબ થતાં ઉત્સાહ ઓસર્યો

    2 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. આ ચૂંટણીમાં અંદાજે 1.73 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે. જોકે, મતદાન શરૂ થતાની સાથે જ એક જગ્યાએ ટેકનિકલ ખામી સર્જાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મહેસાણાના વોર્ડ નંબર 6 માં આવેલા બુથ નંબર 8 પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું હતું, પરંતુ EVM મશીનમાં ખામી સર્જાતા મતદારો ભારે હાલાકીમાં મુકાયા હતા. મશીન ખોટવાઈ જવાને કારણે 30 મિનિટથી વધુ સમય સુધી મતદાન પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ હતી, જેના લીધે વહેલી સવારે મતદાન કરવા આવેલા મતદારોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અડધો કલાકની જહેમત બાદ મશીન ફરી કાર્યરત થતા તંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટના અંગે શરદાબેન નામના મતદારે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સવારે 6 વાગ્યાથી મતદાન કરવા માટે આવ્યા હતા. તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું કે, તેઓ 5 થી 10 કિમી દૂરથી મતદાન કરવા આવ્યા છે, તેથી મતદાન કર્યા વગર પરત જઈ શકાય તેમ નથી. તેમણે ચૂંટણી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મતદાન શરૂ થાય તે પહેલા જ મશીનોની યોગ્ય ચકાસણી કરી લેવી જોઈએ જેથી મતદારોએ હેરાન ન થવું પડે. બીજી તરફ, વહેલી સવારના કલાકોમાં શહેરના મોટાભાગના મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી અને નહિવત લાઈનો જોવા મળી હતી. તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન મતદાનની ટકાવારી વધવાની શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:11 તાલુકા અને 6 નગરપાલિકાના 1093 મથક પર મતદારો ઉમટ્યા
    Next Article
    Sthanik Swaraj Election 2026 LIVE | ગુજરાતમાં રાજકારણની મહાજંગ શરૂ | BJP | Congress | AAP | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment