Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોને 6 મહિનાથી એડવાન્સ રકમ ન મળતા રોષ:પડતર માંગણીઓ મુદ્દે CDPOને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત

    4 days ago

    જામનગર શહેરમાં અને જિલ્લામાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ ન આવતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બહેનોએ તેમની પડતર માંગણીઓ અને રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે CDPOને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલી તકે ન્યાયની માંગ કરી હતી. આવેદનપત્રમાં મુખ્યત્વે છેલ્લા છ મહિનાથી બાળકોના પૌષ્ટિક નાસ્તા અને ભોજન માટેની એડવાન્સ રકમ ન મળવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું કે, નિયમ મુજબ આ રકમ સમયસર મળવી જોઈએ, પરંતુ ગ્રાન્ટના અભાવે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહેનોને બાળકોને સમયસર નાસ્તો આપવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે, જે હવે અસહ્ય બન્યું છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો પર વધતા જતા કામના ભારણ અને સુવિધાઓના અભાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. બહેનોએ જણાવ્યું કે, તેમની મૂળભૂત કામગીરી ઉપરાંત ઓનલાઈન અને વહીવટી કામોનું ભારણ વધવાથી માનસિક તણાવ અનુભવાય છે. તેમણે વધારાની જવાબદારીઓમાં તાત્કાલિક રાહત આપવા અને કામગીરી માટે જરૂરી ડિજિટલ તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં બાળકોના પૌષ્ટિક નાસ્તા અને ભોજન માટેની એડવાન્સ રકમ દર મહિને નિયમિત ચૂકવવી, છેલ્લા 6 મહિનાથી અટકેલી ભોજન-નાસ્તાની રકમ તાત્કાલિક રીલીઝ કરવી, આંગણવાડી બહેનોનું માસિક મહેનતાણું સમયસર જમા કરવું, રોજબરોજની કામગીરી અને ઓનલાઈન રિપોર્ટિંગ માટે જરૂરી સાધનો અને સુવિધાઓ પૂરી પાડવી, તેમજ કાર્યકરો અને તેડાગરો પરના વધારાના કામના ભારણમાં રાહત આપવાનો સમાવેશ થાય છે. આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ પ્રાથમિક માંગણીઓનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. CDPO દ્વારા આવેદનપત્ર સ્વીકારીને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ જરૂરી:પ્રફુલ પાનસેરિયાએ કહ્યું- 2047 સુધી સિકલ સેલ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે
    Next Article
    World Leaders Praise PM Modi As He Becomes India's Longest-Serving Prime Minister

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment