Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના સિહોરમાં ગોળીની જેમ છૂટેલી કારે 6ને અડફેટે લીધા, CCTV:ઓરા કારચાલકે પૂરપાટ ઝડપે બાઈકને ફંગોળ્યું, મહિલા સહિત 6 લોકો ઈજાગ્રસ્ત

    8 hours ago

    ભાવનગરના સિહોરના કે.ડી. રાઠોડ દવાખાના પાસે ગત 3 મેના રોજ બપોરના સમયે પૂરઝડપે આવતી એક ઓરા કારના ચાલકે રોડ પર જઈ રહેલા મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા સહિત કુલ 6 લોકો લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પિતરાઈ ભાઈને તેડવા ગયો ને અકસ્માતનો ભોગ બન્યો સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિશાલભાઈ ધીરૂભાઈ ગોહિલ ભાવનગરથી કામ પતાવી સિહોર આવ્યા હતા. તેમનો પિતરાઈ ભાઈ રાહુલ મોટરસાયકલ લઈને તેમને તેડવા આવ્યો હતો. બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ડો. કે.ડી. રાઠોડના દવાખાના સામે પાછળથી આવતી ઓરા કારના ચાલકે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડાયા આ અકસ્માત એટલો જોરદાર હતો કે વિશાલભાઈ, રાહુલ અને અન્ય એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિહોર હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા છે. સિહોર પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક જાહિદભાઈ હુસેનભાઈ સોરઠીયા (રહે. સિહોર) વિરુદ્ધ વિશાલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:બંગાળમાં બીજેપી આગળ, ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; મોદીનું 6.30 વાગ્યે દિલ્હી કાર્યાલયથી સંબોધન
    Next Article
    LIVE Updates: BJP Wave Sweeps Bengal, Mamata Banerjee Trails In Bhabanipur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment