Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં સ્વચ્છતા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી, ન્યુ સાયન્સ સિટી, સોલા ખાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, AMC ટીમે અવલોકન કર્યું

    2 days ago

    ન્યુ સાયન્સ સિટી, સોલાની વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ. આ મહોત્સવનો પાંચમો દિવસ હતો. અંબે માતાની આરતી સાથે દિવસની શરૂઆત થઈ અને ખેલૈયાઓએ રાસ-ગરબાનો ભરપૂર આનંદ માણ્યો. સોસાયટીની મહિલાઓ, બાળકો અને પુરુષ સભ્યો સાથે અતિથિ ખેલૈયાઓએ પણ ગરબાની રમઝટ બોલાવી. બાળકોમાં અનેરો ઉત્સાહ હતો. તેમણે નવા ગીતો અને ડાન્સ સાથે ગરબાની મજા માણી, ફોટા પાડ્યા અને રીલ પણ બનાવી. ગ્રીન નવરાત્રી અને સ્વચ્છતાના ભાગરૂપે, સોસાયટીના સભ્યો છેલ્લા પાંચ દિવસથી નાસ્તા માટે ઘરેથી વાસણ અને પાણી લાવે છે. તેઓ સ્વચ્છતાના નિયમોનું પણ પાલન કરે છે. સોસાયટીએ AMCમાં સ્વચ્છતા અને પર્ફોમન્સની સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. AMCના સભ્યોએ કાર્યક્રમનું બહારથી અવલોકન કર્યું. મહિલાઓ અને બાળકોએ પર્યાવરણને નુકસાન ન થાય તેવી વસ્તુઓથી માતાજીના પરિસરની સજાવટ કરી હતી. સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી અભિયાન અંતર્ગત દરરોજ માઈક દ્વારા અને પોસ્ટરો લગાવીને જાણકારી અપાય છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલામાં કચ્છ કડવા પાટીદાર સમાજે રાસ ગરબા મહોત્સવ ઉજવ્યો, સમાજની એકતા અને સંસ્કૃતિનો સમન્વય, મોટી સંખ્યામાં લોકો જોડાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વિજયદીપ સોસાયટીમાં નવરાત્રીના પાંચમા નોરતે ગરબા, અમરોલીમાં ભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં રાસની રમઝટ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment