Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ ફ્રી:પોરબંદર જિલ્લામાં આર.ટી.ઇ. હેઠળ 6 દિવસમાં 890 અરજીઓ સબમીટ થઈ

    14 hours ago

    પોરબંદરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આર.ટી.ઇ.હેઠળ જિલ્લામાં 4 એપ્રિલથી ઓનલાઈન અરજીઓ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 6 દિવસમાં 890 અરજીઓ સબમિટ થઈ છે ત્યારે હજુ આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકાશે. રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1 માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ઓનલાઈન અરજીઓ સબમિટ સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઈટ ટું એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતની કાર્યકમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં 4 એપ્રિલ થી ઓનલાઈન વેબસાઈટ મારફતે ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં છેલ્લા 6 દિવસમાં 890 જેટલા ફોર્મ ઓનલાઈન સબમિટ થયા છે ત્યારે આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રકિયા ચાલુ રહેશે.ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રથમ સત્રમાં જિલ્લાની 95 પ્રાથમિક ખાનગી સ્કૂલોને રૂ. 2.26 કરોડ રૂપિયા ચુકવાયા પોરબંદરના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં પ્રથમ સત્રની ફી પેટે જિલ્લાની 95 પ્રાથમિક ખાનગી સ્કૂલોને આર.ટી.ઇ.હેઠળ એડમિશન લીધેલ વિદ્યાર્થીઓ ફી પેટે રૂ.2.26 કરોડની ચુકવણી કરવામાં આવ્યા હતા તેમજ આર.ટી.ઇ.હેઠળ એડમિશન લીધેલ વિદ્યાર્થીઓને પરિવહન,ડ્રેસ અને પુસ્તક ખર્ચે પેટે રૂપિયા 1.10 કરોડની રકમ પ્રથમ સત્રની ચુકવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોર્પોરેટરનું નામ પૂછતા જ જબરા જવાબ આપ્યા, VIDEO:'વોર્ડમાં 400 કોર્પોરેટર, કામ કર્યું હશે આપણને ખબર નથી', અમદાવાદીઓએ શું શું કહ્યું?
    Next Article
    Gujarat Breaking News Live | Gujarat Sthanik Swaraj Election | BJP | Congress | Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment