Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબની સતત પાંચમી મેચમાં કારમી હાર:મુંબઈએ 6 વિકેટે હરાવ્યું, તિલકના મેચ વિનિંગ 75* રન; શાર્દૂલ ઠાકુરે 4 વિકેટ ઝડપી

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું છે. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રન જોઈતા હતા, જે ટીમે ચેઝ કરી લીધા. જીતના હીરો તિલક વર્મા રહ્યો, જેણે અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. બીજી તરફ પંજાબની આ સતત પાંચમી હાર રહી છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. મુંબઈ માટે તિલક-જેક્સ વચ્ચે ફિફ્ટીની પાર્ટનરશીપ મુંબઈ માટે તિલક વર્માએ માત્ર 33 બોલમાં અણનમ 75 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેના સિવાય રાયન રિકલ્ટને 48 રન બનાવ્યા હતા. અંતમાં વિલ જેક્સે 10 બોલમાં અણનમ 25 રન બનાવીને મેચ ફિનિશ કરી અને તિલક તથા જેક્સ વચ્ચે માત્ર 20 બોલમાં 56 રનની ભાગીદારી નોંધાઈ. પંજાબ માટે બોલિંગમાં અઝમતુલ્લા ઓમરઝઈએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને માર્કો યાન્સેનને 1-1 સફળતા મળી હતી. પ્રભસિમરનની શાનદાર ફિફ્ટી, શાર્દૂલે 4 વિકેટ ઝડપી પંજાબ માટે પ્રભસિમરન સિંહે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે અઝમતુલ્લા ઓમરઝઈએ 17 બોલમાં 38 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. અંતમાં જેવિયર બાર્ટલેટે 7 બોલમાં અણનમ 18 રન ઉમેરીને ટીમને 200 રનને પાર પહોંચાડી. મુંબઈ માટે શાર્દૂલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. જ્યારે દીપક ચહરને 2 વિકેટ મળી. શરૂઆતમાં પંજાબે ઝડપી રન બનાવ્યા હતા, પરંતુ મિડલ ઓવર્સમાં સતત વિકેટ પડવાને કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. તેમ છતાં, ઓમરઝઈ અને બાર્ટલેટની ઝડપી ઇનિંગ્સથી ટીમ મજબૂત સ્કોર સુધી પહોંચી ગઈ હતી. IPL 2026નું પોઇન્ટ્સ ટેબલ બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: વિષ્ણુ વિનોદ. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બીન બૉશ, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને રઘુ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રોહિત શર્મા.
    Click here to Read More
    Previous Article
    PBKS vs MI IPL 2026 LIVE Score: Tilak Varma stars as Mumbai Indians defeat Punjab Kings by 6 wickets
    Next Article
    Gujarat Heat Wave Update | હવે કાળઝાળ ગરમીથી રાહત મળવાના એંધાણ | News18 Gujarati

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment