Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોરના બુઢણા ગામની સીમમાંથી જુગાર અડ્ડો ઝડપાયો:6 દબોચાયા, 7 શખ્સો ફરાર; 4 બાઈક સહિત 1.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિહોર તાલુકાના બુઢણા ગામની સીમમાં કાર્યરત એક જુગારધામ પર દરોડો પાડી 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન અન્ય 7 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જે બદલ કુલ 13 ઈસમો વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તીન પત્તીનો જુગાર રમી રહેલા શખ્સોને પોલીસે કોર્ડન કરીને દબોચ્યા એલસીબીની ટીમ જ્યારે સિહોર પંથકમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે બુઢણા ગામે 'ખરાબાની નવાણ' તરીકે ઓળખાતી જગ્યાએ આવેલા પતરાના ખુલ્લા ઢાળિયામાં રેડ કરવામાં આવી હતી. આ સ્થળે લાઈટના અજવાળે તીન પત્તીનો જુગાર રમી રહેલા શખ્સોને પોલીસે કોર્ડન કર્યા હતા. જોકે, પોલીસ પકડમાં આવે તે પહેલા જ અંધારાનો લાભ લઈને 7 શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. 4 બાઈક સાથે 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત સ્થળ પરથી પોલીસે મોહિત ઘનશ્યામભાઈ કાંજાની, અજય ગંગારામ રૂપેજા, પંકજ ઉદાભાઈ પરમાર, યુનુસ ઉર્ફે મૂંગો મુસાભાઈ લાખાણી, પ્રકાશ ખાનજીભાઈ ખેરાળા અને સતાર કાસમભાઈ મહેતરની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સ્થળ પરથી રોકડ રકમ રૂ.27,200 તથા રૂ.1,00,000ની કિંમતની 4 મોટરસાઇકલ મળી કુલ રૂ. 1,27,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 7 શખ્સો નાસી છૂટ્યા, 13 આરોપીઓ સામે ફરિયાદ નાસી છૂટેલા શખ્સોમાં પાલીતાણાના તુષાર માળી, બાવલો કોળી, હનીફ લાખાણી, પ્રકાશ ઉર્ફે જીવલી મકવાણા, હારૂન સોલંકી, કનુ કોળી અને બુઢણાના અનવરખાન ઉર્ફે કાળુખાન બલોચનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ 13 આરોપીઓ સામે જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી ફરાર શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SRHએ KKRને 166 રનનો ટાર્ગેટ આપ્યો:હૈદરાબાદની શાનદાર શરૂઆત, કોલકાતાનો ઓલઆઉટ કરી જવાબી અંત; ચક્રવર્તીએ 3 અને નારાયણ-કાર્તિકે 2 વિકેટ ઝડપી
    Next Article
    IPL 2026 GT vs PBKS Live Score, Playing 11 Updates: All eyes on Gill and Iyer as Punjab take on Gujarat at Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment