Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષ પડતા રોડ બંધ:રાજકોટ, અમરેલી, કચ્છ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી; 6 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન

    20 hours ago

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 5 મેના અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદો ખાબક્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં. આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચ્યો હતો, તે પ્રમાણે હવે રાજ્યના લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી રહેશે. ગીર સોમનાથમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડા અને ઊના તાલુકાના ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડાના હરમડીયા, પૂછવી, એભલવડ, ધોકડવા, બેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા છે. ઉનાના ઉમેજ, પાતાપુર, ભાચા સહિતના ગામોમાં પણ કમોસમી આફત વરસવાનું શરૂ થયું છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોટીયા છે. તો કંસારી રોડ પર વૃક્ષ ધરાશાય થતાં વાહનો થંભી ગયા હતાં. બે વરસાદી સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવથી વરસાદી માહોલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે (6 મે) ગાજવીજ સાથે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ છે. અમદાવાદ શહેરમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે. સાથે સાથે બે અલગ-અલગ સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. 7થી 12 મે વચ્ચે વાતારવણ શુષ્ક રહેશે. આગામી 24 કલાક (DAY-1) માટે આગાહી આજે રાતથી આવતીકાલ સવાર (6 મે, 08:30 કલાક) સુધી રાજ્યના નીચે મુજબના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વીજળી પડવાની અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 6 મેથી 12 મે સુધીનું હવામાન પ્રથમ દિવસની આગાહી બાદ, 6 મે સવારથી 12 મે સવાર સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સુકું (Dry Weather) રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું જોર વધશે વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40°Cને વટાવી શકે છે. આગામી 9 મેથી 11 મે (DAY-5થી DAY-7) દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત્ કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં આશરે 3.1 કિમી ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત્ છે. સાથે જ મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનમાં આશરે 5.8 કિમી ઊંચાઈએ એક ટ્રફ પણ સક્રિય છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં 1.5 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે. આ દરમિયાન, સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આલિયાને ઘેરાયેલી જોઈ રણબીર કપૂર પાપારાઝી પર ભડક્યો:સ્ક્રીનિંગ બહાર ધક્કામુક્કી વધી તો એક્ટર નારાજ દેખાયો, ફોટોગ્રાફર્સને પાછળ હટાવ્યા
    Next Article
    Sunetra resigns as Rajya Sabha MP in less than 2 years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment