Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી દામનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો:દારૂના કટિંગ પર કાર્યવાહી, 6 આરોપી ઝડપાયા; રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂનું કટિંગ થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા શ્રી સહજાનંદ ગુરુકુળ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, 7,686 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ. 16.91 લાખ થાય છે. આ ઉપરાંત, પોલીસે રૂ. 40.40 લાખની કિંમતના 4 વાહનો, રૂ. 55,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂ 3,240 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ 57,89,864નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક કાવો ભરતભાઈ ગોહિલ, વિષ્ણુપરી હિંમતપુરી ગૌસ્વામી, સિકંદર ભાભા કાળુભાઈ પઠાણ, જયેશ જગજીવન જાદવ, હરિહર દીપકભાઈ ભાટ અને સ્વરૂપ ચીટુ દશરથભાઈ ગાવીતનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં દારૂના રીસીવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે. આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા સહિત અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સપ્લાયર અને વિવિધ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ₹500ની 133 નકલી નોટો સાથે ત્રણ શખ્સોની ધરપકડ:30 લાખનું દેવું ચૂકવવા વેપારીએ મિત્રોની મદદથી બનાવ્યો નકલી નોટો છાપવાનો પ્લાન
    Next Article
    Reviewed Progress In Sectors, Discussed Gulf Situation: PM After Trump Call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment