Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકઓફ દરમિયાન સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં આગ, 6 ઘાયલ:4 નવજાત સહિત 232 લોકો સવાર હતા; દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, ઝુરિચ જઈ રહી હતી ફ્લાઇટ

    4 days ago

    દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સ્વિસ વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું. સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટ LX147 ગઈ મોડી રાત્રે 1:08 વાગ્યે ઉડાન ભરવાની તૈયારીમાં હતી ત્યારે તેનું એક એન્જિન ફેઈલ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. પાયલોટે તાત્કાલિક વિમાનને રોકી દીધું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે પર ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 6 મુસાફરો ઘાયલ થયા હતા. ફ્લાઇટ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જઈ રહી હતી. ઘટના સબંધીત 3 તસવીરો... એરલાઈને જણાવ્યું- ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ધુમાડો દેખાયો સ્વિસ એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું કે દિલ્હીમાં ફ્લાઇટ LX147 સાથે સંકળાયેલી ઘટનાની અમને જાણ કરવામાં આવી છે. ખામી સર્જાયેલ વિમાન એરબસ A330 છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગ્યા પછી બની હતી. જેમ જેમ વિમાન ટેકઓફ માટે રનવે પર પહોંચ્યું, ત્યારે ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો દેખાયો, જેના કારણે ફ્લાઇટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવી. એરલાઇને જણાવ્યું હતું કે, અમારી સ્થાનિક ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મુસાફરોની સંભાળ રાખી રહી છે. અમે આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ ઘટના પાછળના સંજોગોને સંપૂર્ણ રીતે સમજવા માટે અમારી ટીમ ટૂંક સમયમાં દિલ્હી જશે. દિલ્હી એરપોર્ટ પર 10 દિવસમાં આ બીજી મોટી વિમાન દુર્ઘટના દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં આ બીજી મોટી વિમાન દુર્ઘટના છે. 16 એપ્રિલના રોજ સ્પાઇસજેટ અને અકાસા એરના વિમાનો ટકરાયા હતા. અકાસા વિમાન હૈદરાબાદ જઈ રહ્યું હતું ત્યારે લેહથી આવી રહેલ સ્પાઇસજેટનું વિમાન તેની સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં સ્પાઇસજેટની જમણી પાંખનો એક ભાગ અકાસાના ડાબી બાજુની પાંખમાં ઘૂસી ગયો હતો. ઘટના બાદ, એરપોર્ટ સ્ટાફે બંને વિમાનોમાંના તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી. દેશમાં વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ અને ખામીના અગાઉની ઘટનાઓ... માર્ચ 2026: ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન ફેલ, દિલ્હીમાં બીજા એન્જિનનો ઉપયોગ કરીને ઈમરજન્સી લેન્ડિંગ વિશાખાપટ્ટનમથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 579 એ એન્જિનમાં ખામી સર્જાતા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ફ્લાઇટમાં 160 મુસાફરો હતા. વિમાનના સલામત લેન્ડિંગને સુનિશ્ચિત કરવા માટે રનવે 28 પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એન્જિનમાં ખામી સર્જાતા બોઇંગ 737 એરક્રાફ્ટ (TC-CON) તુર્કીની કોરેન્ડન એરલાઇન્સ પાસેથી લીજ પર લેવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026: 275 મુસાફરોને લઈને જતા વિમાનનું લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ; સાઉદી અરેબિયા જતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ જાન્યુઆરી 2026માં ઉત્તરપ્રદેશના લખનઉ એરપોર્ટથી સાઉદી અરેબિયા જતી એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાન મુંબઈ નજીક આવતાં કેબિન પ્રેશરમાં સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ વિમાન સાઉદી અરેબિયા એરલાઇન્સનું હતું, ફ્લાઇટ નંબર SV-891, જેદ્દાહ જઈ રહી હતી. તેમાં 275 મુસાફરો, ચાર પાઇલટ અને 6 ક્રૂ સભ્યો હતા.
    Click here to Read More
    Previous Article
    અર્ચના પૂરણ સિંહનો દીકરો 'ક્રેડિટ કાર્ડ સ્કેમ'નો શિકાર:ફ્રી ટ્રાયલના નામે કંપનીએ આયુષ્માનના ખાતામાંથી ₹87 હજાર ઉપાડી લીધા
    Next Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:પ્રફૂલ પાનસેરિયા, ગોવિંદ ધોળકિયા સહિતના નેતાઓએ મત આપ્યો, સુરતમાં 11 વાગ્યા સુધીમાં 19.43 ટકા મતદાન નોંધાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment