Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકઓફ દરમિયાન સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં આગ, 6 ઘાયલ:4 બાળકો સહિત 232 લોકો સવાર હતા; દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, ઝુરિચ જઈ રહી હતી ફ્લાઇટ

    15 hours ago

    દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સ્વિસ વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું. સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટ LX147 ગઈ મોડી રાત્રે 1:08 વાગ્યે ઉડાન ભરવાની તૈયારીમાં હતી ત્યારે તેનું એક એન્જિન ફેઈલ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. પાયલોટે તાત્કાલિક વિમાનને રોકી દીધું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે પર ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 6 મુસાફરો ઘાયલ થયા હતા. ફ્લાઇટ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જઈ રહી હતી. ઘટના સબંધીત 3 તસવીરો... એરલાઈને જણાવ્યું- ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ધુમાડો દેખાયો સ્વિસ એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું કે દિલ્હીમાં ફ્લાઇટ LX147 સાથે સંકળાયેલી ઘટનાની અમને જાણ કરવામાં આવી છે. ખામી સર્જાયેલ વિમાન એરબસ A330 છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગ્યા પછી બની હતી. જેમ જેમ વિમાન ટેકઓફ માટે રનવે પર પહોંચ્યું, ત્યારે ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો દેખાયો, જેના કારણે ફ્લાઇટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવી. એરલાઇને જણાવ્યું હતું કે, અમારી સ્થાનિક ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મુસાફરોની સંભાળ રાખી રહી છે. અમે આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ ઘટના પાછળના સંજોગોને સંપૂર્ણ રીતે સમજવા માટે અમારી ટીમ ટૂંક સમયમાં દિલ્હી જશે.
    Click here to Read More
    Previous Article
    The man who saved ‘much of the greenery we have left in Goa’
    Next Article
    ટીવી એક્ટ્રેસ યુક્તિ મોદીને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમારે મતદાન કર્યું:વડોદરા મનપામાં 11 વાગ્યા સુધીમાં 13.66 ટકા મતદાન, સવારથી મતદારોની લાઈન લાગી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment