Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુથ વનડે મેચમાં ભારતનો દબદબો:ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચમાં 6 વિકેટે જીત મેળવી 3-0થી સિરીઝ કબ્જે કરી, ફાઇનલમાં કેપ્ટન લક્ષ્યની શાનદાર સેન્ચુરી સાથે અણનમ બાજી

    14 hours ago

    રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી યુથ ટુર્નામેન્ટ એટલે અંડર 19 મેચમાં 3 મેચની શ્રેણીમાં આજે ફાઇનલ મેચમાં પણ ભારતે જીત મેળવી 3-0થી શ્રેણી કબ્જે કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 254 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 41.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 255 રન ચેઝ કરી 6 વિકેટે જીત મેળવી 3-0થી શ્રેણી કબ્જે કરી લીધી છે. આજની મેચમાં કેપટન 'લક્ષ્ય'નો એક જ લખ્ય હતો કે 3-0થી ટીમને જીત અપાવી શ્રેણી કબ્જે કરવી જેમાં તેમને આજે 106 બોલમાં 110 રન ફટકારી અણનમ રહી ટીમને જીત અપાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાજકોટ જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વનડે મેચની શ્રેણીનો આજે ત્રીજો અને ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 254 રન બનાવ્યા હતા અને ભારતને 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન ઝેડ હોલીકએ 88 બોલમાં 12 ચોગ્ગા મદદથી 87 રન અને નીલ પટેલએ 71 બોલમાં 1 ચોગ્ગા મદદથી 51 રન બનાવ્યા હતા. જયારે આ ઇનિંગમાં ભારતીય બોલર મોહિત ઉલવા અને મનલ ચૌહાણએ 3-3 વિકેટ મેળવી હતી તથા આજની મેચમાં ડેબ્યુ કરનાર સૌરાષ્ટ્રના ખેલાડી આર્યન સવસાણીએ 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી. જેની સામે ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ ઓપનિંગથી જ મજબૂત શરૂઆત અપાવી હતી જેમાં પોતે 106 બોલની અણનમ બાજીમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા મદદથી 110 રન બનાવ્યા હતા. જ્યારે આર્યવીર સહેવાગે 31 બોલમાં 34 રન બનાવ્યા હતા. કુશાગ્ર ઓઝાએ 53 બોલમાં 45 રન અને રજત બાઘેલએ 34 બોલમાં 44 રન બનાવ્યા હતા. આમ ભારતીય ખેલાડીઓએ માત્ર 41.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 255 રન ચેઝ કરતા 6 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આજની મેચમાં 106 બોલમાં 110 રન બનાવનાર કેપટન લક્ષ્ય રાયચંદાણીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આજની મેચમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ જેમના માટે હોમ ગ્રાઉન્ડ કહી શકાય તેવા બે ખેલાડી મોહિત ઉલ્વા અને આર્યન સવસાણીને પણ સ્થાન મળ્યું હતું જેમાં મોહિત ઉલવાએ 9.3 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 43 રન આપી 3 વિકેટ મેળવી હતી જયારે આર્યન સવસાણીએ ટીમમાં ડેબ્યુ કરી પ્રથમ મેચમાં જ 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે યુથ વનડે મેચની તમામ 3 મેચમાં ભવ્ય જીત સાથે શ્રેણી કબ્જે કરી છે ત્યારર હવે પછી આગામી 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન યુથ ટેસ્ટ મેચ શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    गणपति विसर्जन पर छावनी में तब्दील होगी मुंबई, 84 रूट पर डायवर्जन...24 घंटे मेट्रो, जानें क्या होगी व्यवस्था
    Next Article
    લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળશે:રાજકોટમાં આવતીકાલથી સેવાસેતુ કાર્યક્રમનાં કેમ્પો યોજાશે, શહેરના 9 સર્કલ અને આઈલેન્ડ PPP મોડેલથી ડેવલપ કરવા ટેન્ડર જાહેર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment