Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાને વન-ડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ રેન્કિંગ મેળવ્યું:શ્રીલંકાને પાછળ છોડ્યું, ટૉપ-6માં પહોંચી; 2009માં પહેલી મેચ રમી હતી

    1 day ago

    અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વન-ડેમાં અત્યાર સુધીની પોતાની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ICCની ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. તેણે શ્રીલંકાને પાછળ છોડીને પ્રથમ વખત ટોપ-6માં સ્થાન બનાવ્યું છે. ભારત, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા જ હવે તેનાથી આગળ છે. અફઘાનિસ્તાનની આ સફળતા પાછળ તાજેતરના મહિનાઓમાં ટીમનું સારું પ્રદર્શન છે. ટીમે ઑગસ્ટમાં આયર્લેન્ડને તેના ઘરઆંગણે 4-0થી હરાવ્યું હતું. ત્યારબાદ UAEમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સાથે રમાયેલી વન-ડે ટ્રાઇ સિરીઝમાં એક પણ મેચ ગુમાવી નહોતી અને ટાઇટલ જીત્યું હતું. 17 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અફઘાનિસ્તાને 2009માં વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવી હતી. હવે 17 વર્ષ બાદ તે વિશ્વની 6 સૌથી મજબૂત વન-ડે ટીમમાં સામેલ થઈ ગઈ છે. ICCની રેન્કિંગમાં ટીમનું સ્થાન તેમના તાજેતરના મેચના પરિણામો અને તે પરિણામોના આધારે મળતી રેટિંગથી નક્કી થાય છે. મજબૂત ટીમ સામેની જીત રેન્કિંગમાં આગળ વધવામાં મદદ કરે છે. અફઘાનિસ્તાને પહેલેથી જ બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધા હતા. આયર્લેન્ડ સામે 343 રન બનાવ્યા અફઘાનિસ્તાનની રેન્કિંગમાં સુધારાની શરૂઆત આયર્લેન્ડ પ્રવાસથી થઈ. ઑગસ્ટ 2026માં રમાયેલી પાંચ મેચની વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાને 4-0થી જીત નોંધાવી. પ્રથમ મુકાબલો વરસાદને કારણે પૂરો થઈ શક્યો નહોતો. સિરીઝની ચોથી વનડેમાં ટીમે 343 રન બનાવ્યા હતા. તેમાં સેદીકુલ્લાહ અતલે 143 અને ઇબ્રાહિમ ઝદરાને 107 રનની ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી થઈ. અફઘાનિસ્તાને આ મેચ 42 રને જીતી હતી. UAEમાં ટ્રાઇ સિરીઝ જીતી, બાંગ્લાદેશને 160 રનમાં સમેટ્યું ત્યારબાદ અફઘાનિસ્તાને UAEમાં બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે વન-ડે ટ્રાઇ સિરીઝ રમી. બાંગ્લાદેશ સામેની એક મેચમાં અફઘાનિસ્તાને તેને 160 રનમાં સમેટી દીધું. ત્યારબાદ 35.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ફાઈનલમાં અફઘાનિસ્તાનનો સામનો ઝિમ્બાબ્વે સામે થયો. ઝિમ્બાબ્વેની ટીમ 43.3 ઓવરમાં 169 રને ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાને ઇબ્રાહિમ ઝદરાનના અણનમ 70 રનની મદદથી 34.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ટીમે સાત વિકેટે જીત નોંધાવીને ટ્રોફી પોતાના નામે કરી. રાશિદ ખાને ત્રણ મેચમાં 11 વિકેટ ઝડપી ટ્રાઈ સિરીઝમાં અફઘાનિસ્તાનની જીતમાં રાશિદ ખાનની બોલિંગ મોટું કારણ રહી. તેણે ત્રણ મેચમાં 11 વિકેટ ઝડપી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો. ફાઈનલમાં ઇબ્રાહિમ ઝદરાનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો. તેણે અણનમ 70 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. કેપ્ટન રહમત શાહે 43 અને રહમાનુલ્લાહ ગુરબાઝે 36 રન બનાવ્યા. આ મુકાબલા સાથે રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે પોતાની 250મી આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી. તે મોહમ્મદ નબી બાદ આ સિદ્ધિ હાંસલ કરનારા દેશના બીજા ક્રિકેટર બન્યો. નબીએ આ જ ફાઈનલમાં બે વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂર્ણ કરી. 191 વન-ડેમાં 96 જીત અફઘાનિસ્તાને અત્યાર સુધી 191 વન-ડે મેચ રમી છે, જેમાંથી 96માં તેને જીત મળી છે. ટીમની ઓળખ ખાસ કરીને સ્પિન બોલિંગ માટે રહી છે. બેટિંગમાં પણ ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ અને સેદીકુલ્લા અતલ જેવા ખેલાડીઓ સતત યોગદાન આપી રહ્યા છે. T20માં ઇંગ્લેન્ડ નંબર-1 T20 ઇન્ટરનેશનલની રેન્કિંગમાં ચિત્ર અલગ છે. ત્યાં ઇંગ્લેન્ડ પ્રથમ, ભારત બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली से ग्राउंड रिपोर्ट: चिल्ला और गाजीपुर बॉर्डर पर रेंग रही गाड़ियां, 41 मिनट का सफर 80 मिनट में
    Next Article
    IPL 2027- રિટેન્શનની સમયમર્યાદા 2 દિવસ લંબાઈ:17 નવેમ્બર સુધી ટીમ જણાવી શકશે કે કોને રાખશે અને કોને છોડશે; ઓક્શન 16 ડિસેમ્બરે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment