Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના વધુ 6 ફેરા મંજૂર:20 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી દર મંગળવારે ટ્રેન દોડશે

    17 hours ago

    પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના વધુ છ ફેરા મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રિકોની વ્યાપક માંગને કારણે જુલાઈ માસમાં બંધ થયેલી આ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના મુસાફરોને રાહત મળશે. આ ટ્રેન ફરી શરૂ કરવા માટે યાત્રિકો અને વેરાવળ રેલવે સલાહકાર સમિતિ દ્વારા લાંબા સમયથી રજૂઆતો થઈ રહી હતી. લોકસભા સાંસદ રાજેશ ચુડાસમાએ પણ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. તહેવારોની સિઝન અને શિયાળામાં હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેએ 'વિન્ટર/પૂજા સ્પેશિયલ-2026' હેઠળ 'ટ્રેન ઓન ડિમાન્ડ' (TOD) સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને પણ છ વધારાના ફેરા મળ્યા છે. નવા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 09203 વેરાવળથી હરિદ્વાર માટે દર મંગળવારે દોડશે. આ સેવા 20 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2026 દરમિયાન કુલ છ ફેરા કરશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09204 હરિદ્વારથી વેરાવળ માટે દર બુધવારે દોડશે અને 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર 2026 દરમિયાન તેના પણ કુલ છ ફેરા રહેશે. આ નિર્ણયથી દિવાળી સહિતના આગામી તહેવારો દરમિયાન હરિદ્વારની યાત્રા કરનારા મુસાફરોને વિશેષ લાભ મળશે. અગાઉ ટ્રેન બંધ થતાં મુસાફરોને અન્ય વિકલ્પો શોધવા પડતા હતા, પરંતુ હવે વધારાના ફેરા મળતાં વેરાવળ, ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોના યાત્રિકોને સીધી અને અનુકૂળ રેલ સેવા ઉપલબ્ધ બનશે. વેરાવળ રેલવે સલાહકાર સમિતિએ મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને ટ્રેનના ફેરા લંબાવવા બદલ પશ્ચિમ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે. સમિતિએ ભવિષ્યમાં પણ યાત્રિકોની સુવિધા માટે આવી સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સ્કોર્પિયો-એનમાંથી ₹8.97 લાખનો દારૂ જપ્ત:સંતરોડ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન પોલીસ કાર્યવાહી
    Next Article
    🟠Iran War Breaking LIVE | શું શરૂ થઈ ચૂક્યું છે નવું શીત યુદ્ધ? પરમાણું બોમ્બ એક્ટિવ? | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment