Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનો પ્રયાસ કરનાર યુવકની તપાસમાં ખુલાસો:માતાની સારવાર માટે રૂપિયા વ્યાજે લીધા હતા, 6 વ્યાજખોરોએ 17થી 34 ટકા વ્યાજ વસૂલી દુકાનને તાળું મારી દેવા ધમકી આપતા

    13 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. રેલનગર વિસ્તારમાં 38 વર્ષીય યુવકે માતાની સારવાર માટે લીધેલા રૂપિયાનું 6 વ્યાજખોરો 17થી 34% સુધી વ્યાજ વસૂલી ફરિયાદીની હેર સલૂનની દુકાનને તાળું મારી દેવા ધમકી આપતા હતા. જેનાથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પ્રદ્યુમનનગર પોલીસે 6 વ્યાજખોરો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. માતા બીમાર પડતા રુપિયા વ્યાજે લીધા હતા યુવકની ફરિયાદ પ્રમાણે આરોપી તરીકે અક્ષય ઝાલા, ધર્મેશ ચાવ, મનોજ પંડ્યા, દેવેન્દ્ર ચુડાસમા, રોનક ભટ્ટ અને પ્રકાશ સોનારાનું નામ આપતાં જણાવ્યું હતું કે, યુવક પોતે જામનગર રોડ બાર્બર શોપમાં કામ કરે છે. આશરે એક વર્ષ પહેલાં માતાને શ્વાસની બીમારી તથા પગના સ્નાયુ ખેંચાઈ ગયા હોવાથી હોસ્પિટલના કામે રૂપિયાની જરૂર પડતાં તેમની દુકાને વાળ કટ કરાવવા આવતા ગજાનંદ એન્ટરપ્રાઈજના અક્ષય ઝાલા પાસેથી રૂ.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધા હતા. તેમને વ્યાજનાં રૂ.8 હજાર કાપી રૂ.32 હજાર આપ્યા હતા અને કટકે કટકે રૂ.14 હજાર ચુકવી દીધા હોવા છતા રૂ.40 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધા છે. આરોપીઓએ કોરા ચેક સહી કરાવીને લઈ લીધા જયારે સોમનાથ ફાઈનાન્સના ધર્મેશ ચાવ પાસેથી રૂ.30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધા હતા તેને વ્યાજનાં રૂ.6 હજાર કાપી રૂ.24 હજાર આપ્યા હતા તેને કટકે કટકે રૂ.18 હજાર ચુકવી દીધા છતા રૂ.12 હજારની પઠાણી ઉઘરાણી કરી બે સહી કરેલ કોરા ચેક લઈ લીધા છે. તેમજ સાક્ષી એન્ટરપ્રાઇઝના મનોજ પંડયા પાસેથી રૂ.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 12 ટકા વ્યાજથી લીધા હતા. તેને વ્યાજના રૂ.6 હજાર કાપી રૂ.34 હજાર આપ્યા હતા. તેને કટકે કટકે રૂ.20 હજાર ચુકવી દીધા છતા 20 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધા હતા. આ ઉપરાંત વ્યાજખોર દેવેન્દ્ર ચુડાસમા પાસેથી રૂ.30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધા હતા. જેમાં વ્યાજનાં રૂ.6 હજાર કાપી રૂ.24 હજાર આપ્યા હતા તેને કટકે કટકે રૂ.14 ચુકવી દીધા છતા તે રૂ.16 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. સહી કરેલા બે કોરા ચેક લઈ લીધા હતા. આ જ રીતે મામાદેવ એન્ટરપ્રાઇઝના રોનક ભટ્ટ પાસેથી રૂ.20 હજાર 50 દિવસની ડાયરી ઉપર માસીક 34 ટકા વ્યાજથી લીધા હતા જેને વ્યાજનાં રૂ.4 હજાર કાપી રૂ.16 હજાર આપી અને કટકે કટકે રૂ.6 હજાર ચુકવી દીધા છતા રૂ.14 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક લીધેલા હતા. દુકાનને તાળુ મારી દેવાની ધમકી આપી હતી જયારે પ્રકાશ સોનારા પાસેથી રૂ.30 હજાર માસીક 10 ટકા વ્યાજનાં દરથી લીધા હતા રૂ.6 હજાર વ્યાજ કાપી રૂ.24 હજાર આપ્યા હતા. પ્રકાશને 18 હજાર આપવા છતા રૂ.18 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. સહી કરેલ ત્રણ કોરા ચેક લઈ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી ધંધો ચાલતો ન હોવાથી અને માતા પણ બીમાર હોય જેથી રૂપીયા ન હોવાથી વ્યાજખોર પાસેથી લીધેલ રૂપીયા એક માસથી આપી ન શક્યો. ત્યારે આરોપીઓ દુકાને અવાર-નવાર આવી ગાળો આપી હેરાન કરી વ્યાજનાં રૂપીયા નહી આપે તો દુકાનને તાળુ મારી દેવાની ધમકી આપતા હતા. જેથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેટ મોનિટરિંગ સેલમાં 6 પીઆઇની નિમણૂંક:CID ક્રાઈમ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, મહીસાગર અને ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારી સોંપાઈ
    Next Article
    Petrol Rate Hike | દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 3-3 રૂપિયાનો વધારો | India | Oil | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment