Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર યુવકની તપાસમાં થયો ખુલાસો:માતાની સારવાર માટે રૂપિયા વ્યાજે લીધા હતા 6 વ્યાજખોરોએ 17થી 34% વ્યાજ વસૂલી હેર સલૂનને તાળું મારી દેવા ધમકી આપતા

    9 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક યુવાન વ્યાજંકવાદના વિષચક્રમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્યપભાઈ રમેશભાઈ લખતરીયા (ઉ.વ.38)એ માતાની સારવાર માટે લીધેલા રૂપિયાનું 6 વ્યાજખોરો 17થી 34% સુધી વ્યાજ વસૂલી ફરિયાદીની હેર સલૂનની દુકાનને તાળું મારી દેવા ધમકી આપતા કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ પ્રદ્યુમનનગર પોલીસે 6 વ્યાજખોરો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી કશ્યપ લખતરીયાએ ફરીયાદમાં આરોપી તરીકે અક્ષય ઝાલા, ધર્મેશ ચાવ, મનોજ પંડ્યા, દેવેન્દ્ર ચુડાસમા, રોનક ભટ્ટ અને પ્રકાશ સોનારાનું નામ આપતાં જણાવ્યું હતું કે, યુવક પોતે જામનગર રોડ નાગેશ્વર સોસાયટી ભવાનીચોક અજમેરા કોમ્પલેક્ષમાં આર.કે.બાર્બર શોપ નામની દુકાનમાં કામ કરે છે. આશરે એક વર્ષ પહેલાં માતા મધુબેનને શ્વાસની બીમારી તથા પગના સ્નાયુ ખેંચાઇ ગયા હોવાથી હોસ્પીટલનાં કામે રૂપીયાની જરૂર પડતાં તેમની દુકાને બાલ દાઢી કરાવવા આવતા ગજાનંદ એન્ટરપ્રાઈજના અક્ષય ઝાલા પાસેથી રૂ.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17% વ્યાજથી લીધા હતા. તેમને વ્યાજનાં રૂ.8 હજાર કાપી રૂ.32 હજાર આપ્યા હતા અને કટકે કટકે રૂ.14 હજાર ચુકવી દીધા હોવા છતા રૂ.40 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધા છે. જયારે સોમનાથ ફાઈનાન્સના ધર્મેશ ચાવ પાસેથી રૂ.30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17% વ્યાજથી લીધા હતા તેને વ્યાજનાં રૂ.6 હજાર કાપી રૂ.24 હજાર આપ્યા હતા તેને કટકે કટકે રૂ.18 હજાર ચુકવી દીધા છતા રૂ.12 હજારની પઠાણી ઉઘરાણી કરી બે સહી કરેલ કોરા ચેક લઈ લીધા છે. તેમજ સાક્ષી એન્ટરપ્રાઇઝના મનોજ પંડયા પાસેથી રૂ.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 12% વ્યાજથી લીધા હતા તેને વ્યાજના રૂ.6 હજાર કાપી રૂ.34 હજાર આપ્યા હતા. તેને કટકે કટકે રૂ.20 હજાર ચુકવી દીધા છતા રૂ.20 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધા હતા. આ ઉપરાંત વ્યાજખોર દેવેન્દ્ર ચુડાસમા પાસેથી રૂ.30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17% વ્યાજથી લીધા હતા જેમાં વ્યાજનાં રૂ.6 હજાર કાપી રૂ.24 હજાર આપ્યા હતા તેને કટકે કટકે રૂ.14 ચુકવી દીધા છતા તે રૂ.16 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક લઈ લીધા હતા. આ જ રીતે મામાદેવ એન્ટરપ્રાઇઝના રોનક ભટ્ટ પાસેથી રૂ.20 હજાર 50 દિવસની ડાયરી ઉપર માસીક 34% વ્યાજથી લીધા હતા જેને વ્યાજનાં રૂ.4 હજાર કાપી રૂ.16 હજાર આપી અને કટકે કટકે રૂ.6 હજાર ચુકવી દીધા છતા રૂ.14 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક લીધેલ હતા. જયારે પ્રકાશ સોનારા પાસેથી રૂ.30 હજાર માસીક 10% વ્યાજનાં દરથી લીધા હતા રૂ.6 હજાર વ્યાજ કાપી રૂ.24 હજાર આપ્યા હતા. પ્રકાશને 18 હજાર આપવા છતા રૂ.18 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ ત્રણ કોરા ચેક લઈ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી ધંધો ચાલતો ન હોવાથી અને માતા પણ બીમાર હોય જેથી રૂપીયા ન હોવાથી વ્યાજખોર પાસેથી લીધેલ રૂપીયા એક માસથી આપી ન શકતા દુકાને અવાર-નવાર આવી ગાળો આપી હેરાન કરી વ્યાજનાં રૂપીયા નહી આપે તો દુકાનને તાળુ મારી દેવાની ધમકી આપતા હતા જેથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં પોણા ત્રણ કરોડનું ઉચાપત કૌભાંડ:એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીઓ પુજન જોષી અને નિતિન પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા
    Next Article
    જૂનાગઢમાં સસ્તા અનાજનું કૌભાંડ:માખીયાળામાં ગેરકાયદેસર સરકારી અનાજના મોટા ગોડાઉન પર રેન્જ આઈજીની ટીમની રેડ, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment