Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડમાં 6 નદીઓ ગાંડીતૂર, 132 રસ્તાઓ બંધ:હરિદ્વારમાં ઘાટ ડૂબી ગયા; યુપીમાં 30 ગામોમાં પૂર, દિલ્હીમાં ગટરમાં યુવક તણાયો

    1 day ago

    ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે અલકનંદા, મંદાકિની, ભગીરથી સહિત અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. દેહરાદૂન, ચમોલી, બાગેશ્વરમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. હરિદ્વારમાં ઘાટ ડૂબી ગયા છે. ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે નદીઓ પણ ગાંડીતૂર બની છે. ફર્રુખાબાદમાં ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. 33 ગામો અને 40 સરકારી શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. બલિયામાં સરયૂ નદીમાં ત્રણ મકાનો સમાઈ ગયા. છેલ્લા એક સપ્તાહમાં અત્યાર સુધીમાં 27 ઘરો નદીમાં સમાઈ ચૂક્યા છે. વારાણસીમાં ગંગા નદી ગાંડીતૂર બની છે. 40 થી 50 નાના મંદિરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે, જ્યારે રત્નેશ્વર મહાદેવ મંદિર અડધાથી વધુ ડૂબી ગયું છે. દિલ્હી-NCR માં ગુરુવારે ભારે વરસાદ થયો. દ્વારકા સેક્ટર-25 માં ભારે વરસાદ દરમિયાન એક યુવક ખુલ્લા નાળામાં પડીને તેજ પ્રવાહમાં તણાઈ ગયો. 7 કલાક સુધી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું, પરંતુ મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહીં. સેટેલાઇટ મેપમાં જુઓ મોસમી વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    Amazon Great Freedom Sale LIVE: Best Offers on Smartphones, Tablets, Headphones and More
    Next Article
    ભારતે અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું:ડિજિટલ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ, 4000 કિમીની રેન્જ સુધી નિશાન સાધી શકે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment