Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો:આનંદીબેન પટેલની હાજરીમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી, 84ને મેડલ અપાયા

    4 days ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 84 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે રૂ. 20 કરોડના ખર્ચે નિર્મિત ડિજિટલ હોસ્ટેલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 130 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓમાં પદવી એનાયત કરાઈ હતી. જેમાં 46 Ph.D. સ્કોલર્સ (20 પુરુષ, 26 મહિલા), માસ્ટર પ્રોગ્રામના 44 વિદ્યાર્થીઓ (14 પુરુષ, 30 મહિલા) અને બેચલર પ્રોગ્રામના 40 વિદ્યાર્થીઓ (21 પુરુષ, 19 મહિલા)નો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ કુલ 84 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા, જેમાં 42 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 42 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. માસ્ટર પ્રોગ્રામના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને 09 ગોલ્ડ અને 05 સિલ્વર મેડલ અપાયા હતા, જ્યારે બેચલર પ્રોગ્રામમાં 09 ગોલ્ડ અને 12 સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા કુલ 30 ગોલ્ડ અને 25 સિલ્વર મેડલનું વિતરણ કરાયું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે Ph.D. એ માત્ર એક પદવી નથી, પરંતુ એક નાનકડું સંશોધન છે. તેમણે સંશોધન માટે એવા વિષયો પસંદ કરવા પર ભાર મૂક્યો હતો જેનાથી સમાજને પ્રત્યક્ષ લાભ મળે અને ભવિષ્યમાં અન્ય લોકો તે વિષય પર આગળ કામ કરી શકે. તેમણે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેલમાં સજા ભોગવતા પીડિતો અને મિલકત કે હિસ્સાથી વંચિત મહિલાઓના પ્રશ્નો પર સંશોધન કરી તેમને ન્યાય અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ, જયેશ પટેલ અને એમ. એસ. રાવ દ્વારા તમામ એવોર્ડ વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. NAAC A ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન ગેમિંગના નવા નિયમો 1-મેથી લાગુ પડશે:ગેમિંગ-સર્ટિફિકેટ 10 વર્ષ સુધી માન્ય રહેશે; પૈસા વગરની ગેમ્સને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ
    Next Article
    મિડલ ઈસ્ટ સંઘર્ષ વલસાડમાં કેરી નિકાસ બજારમાં કડાકો:ગલ્ફ દેશોમાં મોકલાવેલા 360 જેટલા કન્ટેનર ગુમ; દૈનિક 400 કન્ટેન્ટરની સામે હાલ 25 કન્ટેન્ટરની જ નિકાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment