Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્સલ પરિવહન સેવાનો નવો રેકોર્ડ:રાજકોટ ડિવિઝને 6 નવેમ્બર એક જ દિવસમાં રૂ. 11 લાખની આવક મેળવી ઇતિહાસ રચ્યો, માત્ર 7 માસમાં 8.44 કરોડની આવક

    12 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પાર્સલ પરિવહન ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી નવો ઇતિહાસ રચ્યો છે. ડિવિઝને 6 નવેમ્બર, 2026ના રોજ પાર્સલ પરિવહનથી રૂ. 11.01 લાખની આવક મેળવીને અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય પાર્સલ આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અગાઉ 17 ઑક્ટોબર, 2025ના રોજ રૂ. 9.50 લાખની એકદિવસીય પાર્સલ આવકનો રેકોર્ડ નોંધાયો હતો. આમ, રાજકોટ ડિવિઝને પોતાના અગાઉના રેકોર્ડને નોંધપાત્ર અંતરથી પાછળ છોડીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ નાણાકીય વર્ષના 7 મહિનામાં જ રાજકોટ ડિવિઝને માલપરિવહનથી રૂ. 8.44 કરોડની આવક મેળવી છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝન દ્વારા પાર્સલ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા વધુમાં વધુ વેપારીઓને રેલવે સાથે જોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું પરિવહન રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમાં મુખ્ય ઇમિટેશન જ્વેલરી, પિતળનાં પાર્ટ્સ, ઘરવખરીનો સામાન, ઓટોમોબાઇલ પાર્ટ્સ, કાપડની સામગ્રી, શાકભાજી અને ફળો, ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ તેમજ અન્ય વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝન દ્વારા વેપારીઓને વધુ સારી પરિવહન સુવિધાઓ પૂરી પાડવા, તેમની જરૂરિયાતો અનુસાર સેવાઓમાં જરૂરી સુધારા કરવા તથા રેલવે દ્વારા માલ પરિવહનને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાર્સલ પરિવહન ક્ષેત્રે રાજકોટ ડિવિઝને નોંધપાત્ર કામગીરી કરી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 1 એપ્રિલ, 2026થી 31 ઑક્ટોબર, 2026 સુધીમાં ડિવિઝન દ્વારા કુલ 2,34,367.5 ક્વિન્ટલ માલનું પરિવહન કરવામાં આવ્યું, જેના દ્વારા રૂ. 8,44,44,855 જેટલી માલભાડાની આવક પ્રાપ્ત થઈ હતી. આ સિદ્ધિ ડિવિઝનની વધતી જતી વ્યાપારી પ્રવૃત્તિઓ, વધુ સારી પરિવહન સુવિધાઓ તથા રેલવે પ્રત્યે વેપારીઓના વધતા વિશ્વાસને દર્શાવે છે. રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે આ સફળતા અધિકારીઓ અને કર્મચારીઓના સમર્પણ, કાર્યદક્ષતા, પ્રતિબદ્ધતા તથા સામૂહિક ટીમ ભાવનાનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં પણ આ પ્રકારના સંકલિત પ્રયાસો દ્વારા પાર્સલ અને માલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવશે તથા રેલવેની આવકમાં સતત વૃદ્ધિ સુનિશ્ચિત થશે.
    Click here to Read More
    Previous Article
    મોટા વરાછાની રિવર વ્યુ હાઇટ્સમાં 12મા માળે અચાનક આગ ભભૂકી:સુરતમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા જે બિલ્ડિંગમાં રહે છે તેના ઉપરના માળે ભીષણ આગ, ધુમાડા વચ્ચે ફસાયેલા 100 વર્ષના માજી સહિત 8નું દિલધડક રેસ્ક્યૂ
    Next Article
    AAP Press Conference LIVE : केजरीवाल का बड़ा खुलासा, प्रेस कॉन्फ्रेंस में कही अहम बातें | live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment