Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ:10 જિલ્લાની સ્કૂલો કોલેજોમાં રજા જાહેર, સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચથી જળબંબાકાર

    10 hours ago

    હવામાન વિભાગ દ્વારા 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, જૂનાગઢ, ખેડા, વડોદરા, સુરત સહિત 13 જિલ્લા ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, સુરત સહિતના રાજ્યના 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચથી જળબંબાકાર 31 જુલાઈના હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 220 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચ, તાપીના ડોલવણ 16 અને નવસારીના વાંસદામાં 15 ઈંચ વરસાદ ખબાક્યો છે, જ્યારે 6 તાલુકામાં 10થી 13 ઈંચ તો 34 તાલુકામાં 5થી 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત 177 તાલુકામાં 5 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ઔરંગા, કાવેરી, અશ્વિન, અંબિકા સહિતની નદીઓ ઓવરફ્લો જોકે, દિવસ દિવસ દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગથી સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત કર્યું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની ઔરંગા, કાવેરી, અશ્વિન, અંબિકા સહિતની નદીઓ ઓવરફ્લો થઈ હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તણાઈ જવાથી 4 લોકોના મોત અને ત્રણના રેસક્યૂ કરાયા નવસારીમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકોના તણાવાથી એક બાળકીનું મોત નીપજ્યું અને બે બાળકોનો બચાવ થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. પંચમહાલ જિલ્લાના દેવ ડેમાં 6 દરવાજા 1.5 મીટર ખોલાયા વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ રેડ એલર્ટ વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાયડી ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો. અને પંચમહાલ જિલ્લાના દેવ ડેમાં 6 દરવાજા 1.5 મીટર સુધી ખોલી દેવાયા હતા. સેટેલાઈટ મેપમાં જુઓ ગુજરાત પર છવાયેલા વાદળો રાજ્યના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી બોલ્યા-જંતર-મંતર પર મને, મારી માતાને ગાળો આપી:દુનિયાએ બધું જોયું; આ ભટકેલા બાળકો, તેમને રસ્તો બતાવવાનો સમય, હું તેમને માફ કરવા માંગુ છું
    Next Article
    સુરતના અંબિકામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર:220 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, 1 ઓગસ્ટે 10 જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment