Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:વદાણીના લક્ષ્મીપુરામાં તલાટી-સરપંચે ઘરે ઘરે ફરીને એક જ દિવસમાં 5.94 લાખની રેકોર્ડબ્રેક વેરાની વસૂલાત કરી

    4 days ago

    સરસ્વતી તાલુકાના વદાણી લક્ષ્મીપુરા ગામે વેરા વસૂલાતમાં અશક્યને શક્ય કરી બતાવ્યું છે.વર્ષોથી બાકી પડેલા લાખો રૂપિયાના વેરાના ભારને હળવો કરવા તલાટી એ.કે. પાઠકે "ડોર-ટુ-ડોર" સંપર્કનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. જે પંચાયતમાં રોજની માંડ 3 થી 5 હજારની આવક થતી હતી, ત્યાં 2026ના પ્રારંભે જ તલાટી, સરપંચ સલીમશા ફકીર અને ઉપ-સરપંચ અશરફભાઈની ટીમે મોડી રાત્રે 3 વાગ્યા સુધી મેદાનમાં ઉતરી એક જ દિવસમાં 5,94,812 નો ટેક્સ વસૂલ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ કામગીરીને TDO લક્ષ્મીબેન ઠાકોરે પણ બિરદાવી છે. વદાણીના લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી આ ઝુંબેશ માત્ર ટેક્સ ઉઘરાવવા માટે નહોતી, પરંતુ લોકોને સરકારી પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓથી બચાવવા માટે હતી. તલાટીએ ગ્રામજનોને સમજણ આપી હતી કે જો પંચાયતનો વેરો બાકી હશે, તો સરકાર તરફથી મળતા વ્યક્તિગત લાભો, સહાય કે યોજનાના ફોર્મ ભરવામાં ટેકનિકલ અવરોધ આવી શકે છે. વેરો ક્લિયર હોવાથી હવે ગ્રામજનોને સરકારી દાખલા કે યોજનાકીય લાભ મેળવવાના રસ્તા સરળ બનશે. પંચાયતની ટીમે માત્ર ગામમાં જ નહીં, પરંતુ ગામની બહાર રહેતા લોકોનો પણ ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. તકનીકી યુગનો ઉપયોગ કરી ડિજિટલ પેમેન્ટ મોડ દ્વારા હજારો રૂપિયાની બાકી રકમ ઓનલાઈન મંગાવી લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા આ ઓપરેશન"માં મહોલ્લાના આગેવાનોએ પણ જોડાતા ગામના સમરસ હોવાનો સાચો પુરાવો આપ્યો હતો. પંચાયતની આ આવક હવે ગામના લાઈટ, પાણી અને ગટર જેવા વિકાસ કામોમાં વપરાશે, જેનો સીધો ફાયદો ગ્રામજનોને જ મળશે.
    Click here to Read More
    Previous Article
    હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ ‎‎અપનાવ્યું:પાટણ જિલ્લામાં સ્વરક્ષણ માટે 5 વર્ષમાં રિવોલ્વરની 68માંથી 60 અરજી નામંજૂર
    Next Article
    270 છાત્રો પરિક્ષામાં ચોરી કરતા રંગેહાથ ઝડપાયા:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 7 દિવસમાં 270 કેસમાં 60 % કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment