Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5.9ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાનમાં 8નાં મોત:દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં આંચકા અનુભવાયા, પાકિસ્તાન પણ ધ્રુજી ગયું

    2 days ago

    દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર આવેલા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે. અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે મોડી સાંજે ભૂકંપથી 8 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 9:13 વાગ્યે નોંધાયો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં હતું અને ઊંડાઈ જમીનથી 190 કિલોમીટર અંદર હતી. ભૂકંપના આંચકા ખૈબર પખ્તુનખ્વા, ઈસ્લામાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. 2025માં મઝાર-એ-શરીફમાં ભૂકંપથી 20નાં મોત થયા હતા આ પહેલા 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપથી શહેરની ઐતિહાસિક બ્લુ મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મસ્જિદ મઝાર-એ-શરીફનું મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની-નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. અથડાવાથી ઘણીવાર પ્લેટોના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ આવતા આ પ્લેટો તૂટવા લાગે છે. આવા સમયે નીચેથી નીકળેલી ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે. 467 વર્ષ પહેલાં ચીનમાં આવેલા ભૂકંપમાં 8.30 લાખ લોકોના મોત થયા હતા સૌથી જીવલેણ ભૂકંપ ચીનમાં 1556 માં આવ્યો હતો, જેમાં 8.30 લાખ લોકોના મોત થયા હતા. તીવ્રતાની દૃષ્ટિએ અત્યાર સુધીનો સૌથી ખતરનાક ભૂકંપ ચિલીમાં 22 મે 1960 ના રોજ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.5 હતી. તેના કારણે આવેલી સુનામીથી દક્ષિણ ચિલી, હવાઈ ટાપુ, જાપાન, ફિલિપિન્સ, પૂર્વી ન્યુઝીલેન્ડ, દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં ભયાનક તબાહી મચી હતી. આમાં 1655 લોકોના મોત થયા હતા, જ્યારે 3000 લોકો ઘાયલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Iran Says It Downed US A-10 Warthog Fighter Jet Near Strait Of Hormuz
    Next Article
    "We're In War": Trump Says Downing Of US Aircraft Won't Affect Iran Talks

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment