Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી:ભાવનગરમાં રથયાત્રા પૂર્વે દેશી-વિદેશી દારૂના 589 કેસ, 32.86 લાખનો મુદામાલ કબ્જે કર્યો

    7 घंटे पहले

    ગુજરાત રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેરના પાંચેય પોલીસ ડિવિઝને અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. પોલીસે છેલ્લા 14 દિવસમાં (1 જુલાઈથી 14 જુલાઈ) સઘન ડ્રાઇવ યોજીને દેશી-વિદેશી દારૂના કુલ 586 કેસો નોંધી ₹32.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કાયદો-વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરતા 1146 શખસો સામે અટકાયતી પગલાં ભર્યા છે. તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરોને કડક આદેશો આપવામાં આવ્યા હતા ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા રથયાત્રા પૂર્વે અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના દૂષણને ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા તેમજ તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરોને કડક આદેશો આપવામાં આવ્યા હતા. જેના પગલે ગણતરીના દિવસોમાં જ પોલીસે હિસ્ટ્રીશીટરો અને બુટલેગરો પર પકડ મજબૂત કરીને ધરપકડનો દોર શરૂ કર્યો હતો. દારૂના કેસો અને જપ્ત કરાયેલા મુદ્દામાલના આંકડા: પોલીસે 14 દિવસમાં પ્રોહિબિશન કાયદા હેઠળ કરેલી સઘન કાર્યવાહીની વિગત નીચે મુજબ છે: 8 રીઢા ગુનેગારો પર ‘પાસા’નું શસ્ત્ર ઉગામાયું રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે કડક કાનૂની પગલાં લીધા છે: જુગાર, હથિયાર અને ટ્રાફિકના નિયમ ભંગ સામે પણ કાર્યવાહી આ સમયગાળા દરમિયાન પોલીસે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ અંકુશ મેળવ્યો છે. જેમાં હથિયારધારાના 5 કેસ, જુગારધારાના 17 કેસ, મોટર વ્હીકલ એક્ટ 185 (નશામાં વાહન ચલાવવું) હેઠળ 68 કેસ અને જીપી એક્ટ 135 (જાહેરનામા ભંગ) હેઠળ 88 કેસ મળી કુલ 176 કેસો નોંધીને કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે પોલીસના આ આક્રમક વલણના કારણે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    Baba Bageshwar Brother Arrest: बागेश्वर बाबा का का भाई गिरफ्तार, किसान पर हमले का आरोप |Top News |
    Next Article
    Ground Report | હવે વરસાદની ધુંઆધાર વાપસી ! | ખરીફની સિઝન પર ખતરો | Heavy Rain | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment