Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છત્રાલ પંથકમાં તસ્કરોનો ત્રાસ:ટ્રાન્સપોર્ટરોની ગાડીઓને નિશાન બનાવી રૂ.58 હજારથી વધુની કિંમતની 9 બેટરીઓ ચોરી ગયા

    10 hours ago

    કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં રાત્રિના સુમારે પાર્ક કરવામાં આવતા કોમર્શિયલ વાહનોને નિશાન બનાવતી ચોર ગેંગ સક્રિય થઈ ગઈ છે. છત્રાલ ગામની સીમ તથા આસપાસના અલગ-અલગ વિસ્તારોમાં ઊભી રાખવામાં આવેલી ટ્રકો અને આઇસર ગાડીઓમાંથી અજાણ્યા તસ્કરો એક પછી એક 58 હજારથી વધુની કિંમતની કુલ 9 નંગ હેવી વ્હીકલ બેટરીઓની ચોરી કરીને ફરાર થઈ જતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને વાહન માલિકોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે. વાહનમાંથી 13 હજારની બે નંગ બેટરીઓ ગાયબ કલોલ તાલુકાના છત્રાલ ગામના દિવાનીવાસમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ભાર્ગવભાઈ બળદેવભાઈ પટેલે ગત 29 સપ્ટેમ્બરના રોજ સાંજના તેમની ભારત બેન્જ અને ટાટા ગાડીઓ છત્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે પરત ફર્યા તો વાહનમાંથી 13 હજારની બે નંગ બેટરીઓ ગાયબ જોવા મળી હતી. અલગ-અલગ કંપનીની બેટરીઓની ચોરી જે અંગે વધુ તપાસ કરતા તેમની આજુબાજુ પાર્ક કરાયેલા અન્ય વાહનમાલિકોના વાહનો પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં કનૈયાલાલ નારાયણદાસ પટેલ, વાસુદેવ રમણભાઈ પટેલ, હરદીપસિંહ ગીરવતસિંહ ઠાકોર, કમરૂદીન મહંમદભાઈ સૈયદ, હમીદ સુલેમાન ઘાંચી અને બળવંતભાઈ મંગળભાઈ પટેલ સહિતના અનેક ટ્રાન્સપોર્ટરોની આઇસર, ટાટા તેમજ મહિન્દ્રા ફ્યુરો ગાડીઓમાંથી પણ રાત્રિના સમયગાળા દરમિયાન અલગ-અલગ કંપનીની બેટરીઓની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ભોગ બનનારાઓની કલોલ તાલુકા પોલીસને સંયુક્ત ફરિયાદ શરૂઆતમાં વ્યક્તિગત રીતે બેટરીઓની કિંમત ઓછી હોવાને કારણે અને વારંવાર નાના પ્રમાણમાં નુકસાન વેઠવું પડતું હોવાથી કોઈએ પોલીસ મથકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ તારીખ 25થી 30 સપ્ટેમ્બર દરમિયાન ચોરીના આ બનાવો અચાનક વધી જતાં અને એક સાથે અનેક મિત્રો તથા ટ્રાન્સપોર્ટરોની ગાડીઓની બેટરીઓ ચોરાઈ જતા તમામ ભોગ બનનાર વ્યક્તિઓ સામૂહિક રીતે એકઠા થયા હતા અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચીને સંયુક્ત ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર શહેરી વિસ્તારમાં ‘અશાંત વિસ્તાર’ અંગે જાહેરનામું પ્રસિદ્ધ:સ્થાવર મિલકતની તબદીલી અને ભાડૂતોના રક્ષણ માટે જોગવાઈઓ લાગુ
    Next Article
    ચિત્રાસણીમાં 'આંગણ મિલન સેવા કાર્યક્રમ'માં બાળકોને પૌષ્ટિક આહાર અપાયો:વિકસિત ભારત જન સેવા અભિયાન અંતર્ગત સુપોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ પર ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment