Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છગ્ગા સાથે વેંકટેશ અય્યરે ફિફટી પૂરી કરી:કોહલી 58 રન બનાવીને આઉટ, ચતુર ચહલે પંજાબને હાશકારો કરાવ્યો; બેંગલુરુએ 3 વિકેટ ગુમાવી

    2 weeks ago

    IPLમાં રવિવારની પહેલી મેચ ગત સીઝનની ફાઇનલિસ્ટ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ધર્મશાલાના HPCA મેદાન પર પંજાબે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં રજત શર્માના સ્થાને જિતેશ શર્મા ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પાટીદાર ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી. બંને ટીમો 2-2 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. પંજાબની ટીમ આ મેદાનમાં બેંગલુરુને છેલ્લા 15 વર્ષથી હરાવી શકી નથી. પંજાબને છેલ્લી જીત 2011માં મળી હતી. 2024ના મેચમાં ટીમ 60 રનથી હારી હતી. આને ફોર્મ વિરુદ્ધ પ્રેશરની મેચ પણ કહેવામાં આવી રહી છે. કારણ કે, બેંગલુરુ સતત 2 મેચ જીતીને પ્લેઓફની નજીક પહોંચી ગયું છે, જ્યારે પંજાબ સતત 5 હાર બાદ દબાણમાં છે. બેંગલુરુએ તેને ગત સીઝનમાં 3 વખત હરાવ્યું હતું. બંને ટીમોની પ્લેઇંગ-XI પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝઈ, હરપ્રીત બરાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: માર્કસ સ્ટોયનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન અને પુનિત દુબે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, વેંકટેશ અય્યર, ટિમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રાસિખ સલામ, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026 : संवाद के मंच पर लगेगा सिनेमा और राजनीति के दिग्गजों का जमावड़ा
    Next Article
    ગોએન્કા સાહેબ પંતને બેટથી મારવા દોડ્યા!:વીડિયો ધૂમ વાઇરલ થયો; એક્ટ્રેસ-ક્રિકેટરના અફેરે સોશયલ મીડિયામાં ચર્ચાઓ જગાવી, જુઓ VIDEO

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment