Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:58 વર્ષની મહિલા પર સ્વાદુપિંડના કેન્સરની સફળ સર્જરી, પિત્તનળી, જઠર, સ્વાદુપિંડનું આંતરડા સાથે જોડાણ તૂટી જાત તો જોખમ હતું

    9 hours ago

    સોલા સિવિલમાં 58 વર્ષની એક મહિલા દર્દી પેટમાં દુખાવો, કમળો, ભૂખ ન લાગવી અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે આવી હતી. તપાસ કરતાં પેન્ક્રિયાસમાં ગાંઠ જોવા મળી અને એ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું કેન્સર 60 વર્ષ પછી વધુ જોવા મળે છે અને ખાસ કરીને સ્મોકર કે આલ્કોહોલિક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આ કેસમાં ચોક્કસ કારણ કહી શકાય તેમ નહોતું. દર્દીને ડાયાબિટીસ પણ હતું, જેને પહેલા કંટ્રોલમાં લાવીને અમે સર્જરી માટે તૈયાર કર્યા. આ ‘વિપલ પ્રોસિજર’ પેટની સૌથી કોમ્પ્લિકેટેડ અને રિસ્કી સર્જરીમાંથી એક છે. આ સર્જરી લગભગ સાડા છથી સાત કલાક ચાલી હતી. સર્જરી પહેલાં સીટી સ્કેન દ્વારા ખાતરી કરવામાં આવી કે, કેન્સર મુખ્ય લોહીની નસોમાં ફેલાયેલું નથીને. તે જાણ્યા બાદ ઓપરેશન શક્ય બન્યું. ઓપરેશન દરમિયાન પેન્ક્રિયાસનો હેડ, ડ્યુઓડેનમ અને પિત્ત નળીનો ભાગ દૂર કરીને જરૂરી જોડાણ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે સર્જરી પછી કોઈ જટિલતા આવી નહીં. દર્દીનો રિકવરી પિરિયડ પણ ખૂબ સારો રહ્યો અને 10થી 11 દિવસમાં દર્દીને સંપૂર્ણ રીતે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ આપી શક્યા. જ્યારે સામાન્ય રીતે આવા કેસમાં વધુ સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા ટીમવર્ક અને યોગ્ય આયોજનના કારણે સફળ બની. આ સર્જરીમાં દર ચારે એક દર્દીનું મૃત્યુ થાય છે આવા કેસમાં પેન્ક્રિયાસ હેડ, નાના આંતરડાનો ભાગ અને પિત્ત નળીનો ભાગ કાઢવો પડે છે. ત્યાર બાદ શરીરમાં ફરીથી ત્રણ અલગ અલગ જોડાણ બનાવવાના હોય છે. આમાં કોઈ એક પણ જોડાણ લીક થાય તો દર્દીનું જીવન જોખમાઈ શકે. સામાન્ય રીતે આવી સર્જરીમાં 4માંથી 1 દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે ઓપરેશન જટિલ હોય છે.
    Click here to Read More
    Previous Article
    CM 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:51 સ્કૂલને આજે રોબોટિક્સ લેબ, 6 હજાર લાભાર્થીને આવાસ મળશે
    Next Article
    Sri Lanka’s supplies hit, India sends fuel shipment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment