Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુરખેડા પાસે નર્મદા નદીમાંથી રૂ. 5.75 લાખનો દારૂ ઝડપાયો:LCBએ નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડ્યો, બે આરોપી ફરાર

    2 weeks ago

    છોટાઉદેપુર જિલ્લા LCBએ તુરખેડા નજીક નર્મદા નદીમાંથી નાવડી દ્વારા લઈ જવાતો રૂ. 5,75,558/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,80,558/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે વધુ એક મોટી ખેપ ઝડપી પાડવામાં આવી છે. જિલ્લા LCBની ટીમ કવાંટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વાવણાભાઈ મૂળજીભાઈ ભીલ (રહે. નિશાળ ફળિયા, ખડલા, તા. કવાંટ) અને સુખરામભાઈ મલસિંગભાઈ ભીલ (રહે. વાઘબારી ફળિયા, મોગરા, તા. કવાંટ) ની માલિકીની નાવડીમાં વિદેશી દારૂ ભરીને તુરખેડા નર્મદા નદીના કિનારે આવી રહી છે. આ બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની નાવડી નદી કિનારે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નાવડીમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 2218 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,75,558/- થાય છે. જોકે, પોલીસને જોઈને નાવડીમાં સવાર લોકો નદીમાંથી ઉતરીને ભાગી છૂટ્યા હતા. LCBએ દારૂ અને નાવડી સહિત કુલ રૂ. 6,80,558/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે નાવડીના માલિકોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ:રિપોર્ટ પહેલા જ વાઈરસ હોવાનું સ્વીકાર્યું!, નિવૃત જજે રિ પોસ્ટ કરી લખ્યું-મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ
    Next Article
    માણાવદરમાં રોડ કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો:15 દિવસમાં જ નવો રોડ તૂટતાં ભાજપ-કોંગ્રેસના નેતાઓએ નગરપાલિકા પર ભ્રષ્ટાચાર ના કર્યા આક્ષેપો, અધિકારીઓએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કહ્યું પૂર્વ ચેરમેન હાલની બોડીનો વિરોધી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment