Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્સ્ટા લાઈવ કરી આપઘાત, 57 લોકો જોતા રહ્યા:બે એક્ટિવામાંથી નીકળી દારુની 455 બોટલ્સ, નવરાત્રી પહેલા સેલ્ફ ડિફેન્સની તાલીમ, અઢી વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો

    14 hours ago

    ફૂલ સ્પીડમાં આવતી બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી ગઈ ભાવનગરમાં રમરમાટ આવતી બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી ગઈ. અકસ્માતમાં બોલેરોમાં સવાર સાતે સાત લોકોના મોત નીપજ્યા. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોન્ટ્રાક્ટ મજૂરોના વેતનમાં કોઈ વધારો નહીં કોન્ટ્રાક્ટ મજૂરોના વેતનમાં કોઈ વધારો નહીં..સરકારે નવો પરિપત્ર કર્યો પણ વેતન દરો જૂના જ રાખ્યાં..એપ્રિલ-સપ્ટેમ્બરના જ દર ઓક્ટોબરમાં પણ લાગુ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવરાત્રી પહેલા સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ નવરાત્રી પહેલા સુરતમાં બાળકીઓેને સેલ્ફ ડિફેન્સ તાલીમ અપાઈ..છેડતી થાય તો હેરપિન ભોંકવાની અને કીક મારવાની સલાહ અપાઈ. સાથે જ અભયમ અને કાયદાકીય માહિતી પણ અપાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 6,424 વિદ્યાર્થીઓએ બનાવી માનવ રંગોળી GMDC ગ્રાઉન્ડમાં 6,424 વિદ્યાર્થીઓએ બનાવી માનવ રંગોળી.'સેવાના રંગ, રાષ્ટ્રના સંગ' થીમ સાથે દેશની વિશાળ માનવ રંગોળી બનાવી એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રાથમિક શાળાના આચાર્યએ આત્મહત્યા કરી વલસાડમાં પ્રાથમિક શાળાના આચાર્યએ આત્મહત્યા કરી..ઓનલાઈન કામગીરીના ભારણથી તણાવમાં હતા, સ્યુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાંધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 18 વર્ષના સગીરે 13માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી સુરતમાં 18 વર્ષના સગીરે 13માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી. આપઘાત પહેલા વીડિયો બનાવ્યો જેમાં જીંદગીમાં કંઈ બચ્યુ ન હોવાનો અને જીંદગી બેકાર થઈ ગઈ હોવાની વાત કહી. એક અઠવાડિયા પહેલા જ યુવકનું બ્રેકઅપ થયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અઢી વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો નવસારીના વાંસદામાં અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો. શૌચ માટે ગયેલા દીકરાને પોતાની નજર સામે જ દીપડો લઈ જતા માતા બેભાન થઈ ગઈ.ઘરથી 500 મીટર દૂર ક્ષત વિક્ષત હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્સ્ટા લાઈવમાં પ્રેમી યુગલનો આપઘાત દાહોદમાં વડની ડાળી સાથે દુપટ્ટો બાંધી પ્રેમી યુગલે આપઘાત કર્યો. ઈન્સ્ટાગ્રામ પર આપઘાતનું લાઈવ કર્યું. 57 લોકોએ સ્યુસાઈડ લાઈવ જોયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ અમદાવાદના રાણીપમાંથી ચોરાયેલું 1 મહિનાનું બાળક 38 કલાકે પરિવારને પરત મળ્યું. અમદાવાદી યુવતી, બે સગીર સહિત યુપીના શખસ મળીને આ બાળકને યુપીના નિસંતાન દંપતીને 10 લાખ રુ.માં વેચવાના હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે એક્ટિવામાંથી નીકળી દારુની 455 બોટલ્સ વડોદરામાં બે એક્ટિવામાંથી નીકળી દારુની 455 બોટલ્સ..એક્ટિવાના ખૂણેખૂણામાંથી દારુ નીકળતા પોલીસ પણ ચકરાવે ચડી.પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    SIRના ફોર્મ-6 વિવાદ પર રાહુલ vs ભાજપ:BJP બોલી- સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય ઠેરવ્યું; રાહુલે કહ્યું હતું- ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા
    Next Article
    નવરંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રોડ સેફટીના નિયમો શીખવાડ્યા:ગુજરાત પોલીસ, આરટીઓ અને TRAX NGOના સહયોગથી કાર્યક્રમ યોજાયો, અધિકારીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment