Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમનગરની સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ:તાવ અને વોમિટિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ; 18 હાલમાં સારવાર હેઠળ, બાકી સ્વસ્થ છે-AMC

    2 days ago

    અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ (SP) ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતી. એક બાદ એક વિદ્યાર્થિનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થિનીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે, તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં તમામ વિદ્યાર્થિનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકને ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલે છે તો કેટલાક OP અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગઈકાલથી લઈ આજ સુધીમાં 57 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. AMCએ કહ્યુ, હાલ 18 હાલમાં દાખલ છે, બાકી સ્વસ્થ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 57 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે લાવવામાં આવી હતી. 21 જેટલી વિદ્યાર્થિનીઓને દાખલ કરવામાં આવી હતી. 18 હાલમાં હોસ્પિટલમાં દાખલ છે જ્યારે ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓને રજા આપવામાં આવી છે. 36 જેટલી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં પ્રાથમિક રીતે સારવાર આપી અને રજા આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને ઝાડા- ઉલટી અને તાવ જેવી ફરિયાદ હતી. AMC પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરશે મેમનગર ખાતે આવેલી સૌરાષ્ટ્ર કેળવણી મંડળની હોસ્ટેલ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શુક્રવારથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બે દિવસ સુધી તેઓએ જાતે દવા લઈ અને પેટમાં દુખાવા અંગેની વધારે ફરિયાદો કરી નહોતી. આજે પાંચ એપ્રિલના રોજ સવારે સાતથી આઠ જેટલી વિદ્યાર્થિનીઓને વધારે પેટમાં દુખાવાની ફરિયાદો થઈ હતી. ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીઓને પણ પૂછતા તેમને ફરિયાદ હતી જેથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરતા અત્યારે ફૂડ વિભાગની ટીમ એસપી હોસ્ટેલ ખાતે પહોંચી છે. આવતીકાલે સોમવારે સવારે પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. છેલ્લા એક અઠવાડીયામાં ફૂડ પોઈઝનિંગના બે કેસો અમદાવાદ શહેરમાં ફૂડ પોઈઝનિંગના કેસોની સંખ્યા હવે દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં ફૂડ પોઈઝનિંગના બે કેસો સામે આવ્યા છે. કાંકરિયા ખાતે પિકનીક હાઉસમાં યોજાયેલા જમણવારમાં ખાધા બાદ લોકોને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બહેરામપુરા ની ચેપી હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાઈક માઈલસ્ટોન સાથે અથડાતા યુવકનું મોત:ઘરેથી સાંથલ જવા નીકળ્યો'ને કાળનો ભેટો, જોટાણાના કટોસણ-સાંથલ રોડ પર બની ઘટના
    Next Article
    पूर्व सांसद भारतेन्द्र सिंह ने तालिब और उनके भाईयों को बताया अतीक जैसा माफिया #Nabeel Akhtar News#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment