Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 561 અંક ઘટીને 77,055 પર બંધ:નિફ્ટી પણ 159 અંક તૂટીને 24,052 પર આવ્યો; ઓટો, IT અને રિયલ્ટી શેર્સમાં વધુ વેચવાલી

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 14 જુલાઈના રોજ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 561 પોઈન્ટના ઘટાડા સાથે 77,055 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 159 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,052 પર બંધ થયો. ઓટો, IT, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી જોવા મળી. જ્યારે ફાર્મા, હેલ્થ કેર અને મેટલમાં વધુ ખરીદી રહી. ક્રૂડ ઓઇલ 2% વધીને 85 ડોલર પર પહોંચ્યું ક્રૂડ ઓઇલની કિંમતો 2% વધીને ફરીથી 85 ડોલરની નજીક પહોંચી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન સાથે થયેલો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. આનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આજથી 2 IPOમાં રોકાણની તક આજથી 2 કંપનીઓના IPO ઓપન થઈ રહ્યા છે. આ IPO SBI ફંડ્સ મેનેજમેન્ટ અને આલ્પાઇન ટેક્સવર્લ્ડના છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઇમરી માર્કેટમાંથી 9,813 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે. તેવી જ રીતે, આલ્પાઇન ટેક્સવર્લ્ડ ફ્રેશ ઇશ્યૂ દ્વારા 126.25 કરોડ રૂપિયા એકત્ર કરશે. છેલ્લા 7 દિવસમાં ઘરેલું રોકાણકારોએ 7,039 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે ગઈકાલે બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 13 જુલાઈના રોજ શેરબજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ 47 અંક વધીને 77,616 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 4 અંકનો વધારો રહ્યો, તે 24,211 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    India vs England Live Score, 1st ODI: Duckett-Bethell start for ENG vs IND in Birmingham
    Next Article
    દેશમાં 60 કરોડ ગેમર:કેઝ્યુઅલ, ફ્રી ગેમ્સ છોડીને શૂટર, સ્ટ્રેટેજી જેવી ગેમ્સ તરફ ભારતીયોનો ઝુકાવ; વાર્ષિક 14.5% વધી રહ્યું છે બજાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment