Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાના વર્ક પરમિટના નામે 5.60 લાખની છેતરપિંડી:ટ્રાવેલ્સ સંચાલક સહિત ચાર સામે ફરિયાદ, રાણીપમાં જુગાર રમતા 14 ઝડપાયા

    1 day ago

    શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી નહેદાબાનુ શેખે કેનેડાના વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા 5.60 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં સનસાઈન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મોહમ્મદ રિયાઝ બેલિમ, સમીર મલેક સહિત ચાર વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કેનેડામાં નોકરી સાથે વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી અલગ-અલગ સમયે 5.60 લાખ લીધા હતા. જો કે ન તો વર્ક પરમિટ અપાવી અને ન તો રકમ પરત કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નહેદાબાનુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. રથયાત્રા પહેલા પોલીસ એક્શનમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ એજન્સીઓ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોડીરાત સુધી સઘન કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન છરી અને અન્ય ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરી રહેલા 30થી વધુ શખ્સોની ધરપકડ કરી પોલીસ લોકઅપમાં ધકેલી દીધા હતા. શંકાસ્પદ ઈસમો સામે કાર્યવાહી વાસણા પોલીસે સમીર શેખ નામના શખસને છરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે કારંજ પોલીસે પરેશ ઉર્ફે ઘંટી રાવળને ધારદાર છરી સાથે ઝડપી પાડ્યો હતો.બીજી તરફ ગાયકવાડ હવેલી પોલીસે જીતેન્દ્ર ઉર્ફે કૌઆ રાવતને પણ છરી સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અનેક શંકાસ્પદ ઇસમોની તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રથયાત્રા સુધી આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરે, શાંતિ ભંગ કરે અથવા હથિયારો સાથે ફરતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને શંકાસ્પદ ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પૂર્ણ થઈ શકે. કાલુપુરમાં દુકાનમાંથી 2 લાખના માલસામાનની ચોરી કાલુપુર વિસ્તારમાં આવેલી જીન્સની દુકાનમાંથી રૂ. 2 લાખથી વધુના માલની ચોરીનો મામલો સામે આવ્યો છે.થલતેજના ગોલ્ડન હોમ બંગ્લોઝમાં રહેતા હિતેશ માખીજાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં કર્મચારી વંશ સિંધી સામે ફરિયાદ નોંધાવી છે.હિતેશની લક્ષ્મી વિષ્ણુ માર્કેટમાં જીન્સની દુકાન છે, જ્યાં વંશ છેલ્લા આઠ મહિનાથી નોકરી કરતો હતો. વંશ અચાનક ગાયબ થઈ જતા શંકા જતાં દુકાનનો સ્ટોક તપાસવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 407 જીન્સ ઓછી હોવાનું સામે આવ્યું, જેની કિંમત રૂ. 2 લાખથી વધુ થાય છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેપટોના સ્ટોરમાંથી 99 હજારના તેલના ડબ્બાની ચોરી સરખેજના નાલંદા આઈકોનમાં આવેલા જેપટો કંપનીના સ્ટોરમાંથી રૂ. 99 હજારની કિંમતના તેલના ડબ્બાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સ્ટોરમાં રાઈડર કેપ્ટન તરીકે ફરજ બજાવતા સલીમ રફાઈએ સ્ટોક ચેક કરતાં તેલના ડબ્બા ઓછા હોવાનું જણાયું હતું. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસતા ઉજેરમીયા સૈયદ નામનો રાઈડર એક જ ઓર્ડર વારંવાર બતાવીને તેલના ડબ્બા લઈ જતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટ રોડ પરથી યુવક પિસ્તોલ સાથે ઝડપાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિવરફ્રન્ટ રોડ પરથી વટવાના રહેવાસી ઈરફાન મલેકની ધરપકડ કરી છે. બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીની પાસેથી એક દેશી પિસ્તોલ અને એક જીવતું કારતૂસ મળી આવ્યું હતું.પોલીસે હથિયાર કબજે કરી આરોપી સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાણીપમાં બંધબારણે ચાલતા જુગારધામનો પર્દાફાશ રાણીપ વિસ્તારમાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતાં જવાહરનગરના છાપરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રાણીપ પોલીસની ટીમે દરોડો પાડતાં સ્થળ પરથી 14 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 7.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ઝડપાયેલા આરોપીઓમાં અજય ભરવાડ, ભીખુગીરી સ્વામી, કિશન વૈષ્ણવ, રાજેશ રાઠોડ, રમેશ પંચાલ, નગીન પંચાલ, કલ્પેશ પટેલ, અશોક મારવાડી, સુધીર પંચાલ, જગા ભરવાડ, ખેમા મેવાડા, હસમુખ પંચાલ, કાંતી ભરવાડ અને કનુ ભરવાડનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમાતો રોકડ મુદ્દામાલ, મોબાઈલ ફોન તેમજ વાહનો કબજે કર્યા હતા.કાર્યવાહીમાં રૂ. 1.58 લાખની રોકડ, રૂ. 1.62 લાખના મોબાઈલ ફોન, અંદાજે રૂ. 3 લાખની એક કાર અને રૂ. 1 લાખની કિંમતના પાંચ દ્વિચક્રી વાહનો સહિત કુલ રૂ. 7.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા હતા. રાણીપ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે નહીં અને તેમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી હરિભાઈ જરીવાલા બોલિવૂડના 'ઠાકુર' બન્યા:પિતાને દોમદોમ સાહ્યબી છતાં માંગીને કપડાં પહેર્યા, 'ડ્રિમ ગર્લ' સાથે લગ્ન તૂટ્યા; સંજીવ કુમારના 9 વણકહ્યા કિસ્સા
    Next Article
    Live: US Hits '90 Targets', Including Rail Bridges In New Strikes On Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment