Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદયાત્રી વૃદ્વના અડધા લાખની ચોરી આચરનારી ત્રિપૂટી પકડાઈ:56 હજાર રોકડ, ચોરીમાં વપરાયેલુ બાઈક કબજે, પૂછપરછ‎

    8 hours ago

    જામનગર નજીક બેડ પાસે પદયાત્રી વૃદ્વની સાયકલરમાંથી રોકડ રકમ સહિતન થેલાની તસ્કરી પ્રકરણનો ભેદ સ્થાનિક ગુના શોધક શાખાએ ઉકેલી નાખ્યો છે જેમાં પોલીસે એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણ શખસોને દબોચી લીઘા હતા.પોલીસે રૂા. 56 હજારની રોકડ ઉપરાંત ચોરીમાં વપરાયેલુ બાઇક સહિત રૂા. 1.06 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજસ્થાના અસાડા ગામના વતની સકારામજી મંગનાથજી ચૌહાણ નામના વૃદ્વ પદયાત્રી સાયકલ સાથે દંડવત યાત્રા સાથે ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે નિકળ્યા હતા જે બાદ તેઓ બેડ ગામ નજીક ટોલનાકા પાસે મંદિર સામે ત્રણ પૈંડાવાળી સાયકલ પાર્ક કરી હતી જે દરમિયાન કોઇ અજાણ્યા ત્રણેક શખસો રોકડ રકમ સાથેનો થેલો ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો. જે મામલે સિકકા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.જે દરમિયાન સ્થાનિક ગુના શોધક શાખાએ પણ તપાસમાં ઝુકાવ્યુ હતુ. જેમાં તપાસ દરમિયાન પોલીસે ઉદલ કનૈયાભાઇ પરમાર(રે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ,જામનગર), ભરત માલાભાઇ ઉર્ફે જગમલભાઇ રાઠોડ (રે. મારવાડી ઢાળીયો, સાધના કોલોની)ઉપરાંત એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણને સકંજામાં લીઘા હતા.પોલીસે પકડાયેલા શખસોના કબજામાંથી રૂા. 56,050ની રોકડ રકમ ઉપરાંત ચોરીમાં વપરાયેલુ બાઇક સહિત રૂા. 1.06 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ પુછપરછમાં એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ખુલ્યો છે.પોલીસે પકડાયેલા શખસોની સઘન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. પદયાત્રીને ભેટ સોગાદમાં મળેલી રોકડ ઉસેડાઈ’ તી... જાણવા મળ્યા મુજબ રાજસ્થાનના પદયાત્રી વૃદ્વ ત્રણ પૈંડાવાળી સાયકલ સાથે ગત ફેબ્રુઆરી માસમાં દંડવત યાત્રા સાથે દ્વારકા જવા નિકળ્યા હતા જેમાં તેઓએ સાયકલની પેટીમાં રાખેલા ભેટ સોગાતમાં મળેલી રકમ સહિત કુલ રૂા. 50-60 હજાર તસ્કરો ઉઠાવી ગયાની ફરીયાદ નોંધાવાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાને 81,509 આસામીએ વેરા ભર્યો‎:વેરા વળતર યોજનામાં 41.37 કરોડની આવક
    Next Article
    Delhi EV Policy: जल्द लॉन्च होगा ईवी पोर्टल, सब्सिडी चाहिए तो 30 दिन वाला ये नियम जान लें वरना घाटे में रहेंगे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment