Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાઓની સુવિધાઓને લઈને રાજકીય ખેંચતાણ:રાજ્યની 558 અનુદાનિત આદિવાસી આશ્રમ શાળાનું થર્ડ પાર્ટી ઓડિટ થશે

    15 hours ago

    રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ હેઠળ ચાલતી 558 અનુદાનિત આશ્રમ શાળાઓનું થર્ડ પાર્ટી ઓડિટ શરૂ કરવામાં આવશે. આદિવાસી વિકાસ મંત્રી ડૉ. અશોક ઉઇકેએ જણાવ્યું છે કે, આ ઓડિટનો હેતુ આશ્રમ શાળાઓની કામગીરી અને વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવાનો છે. તેમણે દાવો કર્યો છે કે, આ શાળાઓમાંથી 80 ટકાથી વધુ શાળાઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધિત છે. આ જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે આદિવાસી સ્કૂલોમાં સુધારણા કરો અભિયાન શરૂ કર્યું છે. અભિયાનના ભાગરૂપે તેઓ આદિવાસી અને દૂરના વિસ્તારોની શાળાઓની મુલાકાત લઈ ત્યાંની મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગઢચિરોલીમાં તેમણે કેટલીક શાળાઓની મુલાકાત દરમિયાન પીવાના પાણી, શૌચાલય અને અન્ય સુવિધાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંત્રી ઉઇકેએ દીપકેને કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓ સાથે સંકળાયેલી આશ્રમ શાળાઓની પણ મુલાકાત લેવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, તમામ શાળાઓને સમાન ધોરણે તપાસવામાં આવે તો જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે. બીજી તરફ, દીપકેનો દાવો છે કે આદિવાસી અને દૂરના વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. દીપકે ગઢચિરોલી બાદ નંદુરબારના અક્કલકુવા તાલુકાની એક આશ્રમ શાળાની મુલાકાત દરમિયાન પણ શાળામાં વીજળી અને પીવાના પાણી જેવી સુવિધાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે લાંબા સમય બાદ પણ કેટલાક દૂરના વિસ્તારોમાં સ્થિતિમાં પૂરતો બદલાવ આવ્યો નથી. આ સમગ્ર મુદ્દા વચ્ચે આશ્રમ શાળાઓની સુવિધાઓ, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાની તપાસ મહત્વપૂર્ણ બની છે. તાજેતરમાં આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓના મૃત્યુ અંગે પણ સરકારે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસના આધારે કાર્યવાહી કરવાની વાત કરી છે. હવે થર્ડ પાર્ટી ઓડિટમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ અંગે શું તારણ આવે છે, અને ખામીઓ જણાય તો શું કાર્યવાહી થાય છે, તેના પર નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ તેમને આવકારવા:આજ રાત્રે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર; વેપાર, AI અને તાઇવાન પર ચર્ચા થશે
    Next Article
    ગાળો અને મારપીટ કરનાર યુવતીની ધરપકડ:બાન્દરામાં નશામાં યુવતીએ મહિલા પોલીસને બટકુ ભર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment